• Gujarati News
  • મેળાઓની રજામાં એસટીની તિજોરીમાં બે લાખ આવ્યા

મેળાઓની રજામાં એસટીની તિજોરીમાં બે લાખ આવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્માષ્મીના તહેવારોને માણવા લોકો પોતાના વતન તરફ જતા હોય છે તથા સ્થાનિક લોકો ધાર્મિક સ્થાનો અને પયટર્ન સ્થળે તહેવારોની રજા માણવા ઉમટી પડયા હતા. પરિણામે કરછના વિવિધ એસટી ડેપોમાં ભારે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો, તેથી એસટીની આવકમાં પણ બે લાખ જેટલો વધારો થયો હતો. ખાસ કરીને ભુજ, નખત્રાણા, માંડવી લોકલ બસોના રૂટમાં પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળ્યો હતો. આ ઉપરાંત અંજાર, ગાંધીધામ, નલિયા સહિતના રૂટો પર પણ વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો.
સાતમ-આઠમની ઉજવણીમાં વિવિધ મેળાઓ માણવા લોકો સસ્તી અને સલામતી એસટીનો ઉપયોગ કર્યોહતો. વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, અગાઉ જેટલો ધસારો જોવા નથી મળ્યો છતાં એસટી કરછ વિભાગે બે લાખ રૂપિયાની આવક રડી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજ દિવસો દરમિયાન એસટી બસના ભાડા ઘટતાં ૨૦ ટકા આવકમાં ઘટાળો નોંધાયો છે.