• Gujarati News
  • ઓધવરામજી મહારાજના ફોટોવાળી પેપર ડિશ છપાતાં ભાનુશાલી સમાજમાં રોષ

ઓધવરામજી મહારાજના ફોટોવાળી પેપર ડિશ છપાતાં ભાનુશાલી સમાજમાં રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલ વૈશ્વિક ભાનુશાલી સમાજ એવમ્ હરિહર સંપ્રદાયના ઓધવરામ મહારાજના ફોટાવાળી કેટલીક પેપર ડિશ છપાતાં અને તેનો ઉપયોગ રેસ્ટોરેન્ટ અને નાસ્તાગૃહમાં થયો હતો, જેના કારણે ભાનુશાલી સમાજના ભકતજનોની લાગણી દુભાઇ હતી. આ પ્રકારની હરકત કરનાર સામે રોષની લાગણી ફેલાઇ હતી. બનાવની જાણ ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઇ નંદા અને અન્ય હોદે્દારો, આગેવાનોને થતાં તાકીદની બેઠક બોલાવી પેપર ડિશ કયાંથી છપાઇ અને તેનો ઉપયોગમાં કયાં કયાં થયો તેનું પગેરું દબાવતા પેપર ડિશ લેિ ાકોન પ્લાસ્ટિક, સુખપરમાં બની હતી ઉપયોગ શંકર પિઝા, છઠ્ઠીબારી રિંગરોડ, ભુજમાં થયો હતો. પોલીસ ફરિયાદ કરવા સુધી વાત પહોંચી હતી. બનાવની જાણ મુંબઇ અને ગુજરાત ભરના જ્ઞાતિજનોમાં થતા ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ સામા પ ો આ ઘટનાને ગંભીર જણાવી માફી માંગી લેતા મામલો થાળે પડયો હતો. ભુજના વિજયનગર મઘ્યે ભુજ ભાનુશાલી મહાજનના મંત્રી લખમશીભાઇ ભદ્રાની ઓફિસે મળેલી બેઠકમાં ઓધવરામજી મહારાજની અવમાનના કરનારા લેિ ાકોન પ્લાસ્ટિકના નારાણભાઇ રૂડાભાઇ હીરાણી અને શંકર પિઝાના મહેશગર ગુસાઇએ લેખિતમાં અને સમાજ સમ ા તેમજ મહારાજ સમ ા માફી માગતા મામલો શાંત થયો હતો. આ પ્રસંગે ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઇ નંદા, યુવક મંડળના પ્રમુખ હિંમતભાઇ દામાના માર્ગદર્શન હેઠળ સમાજના અગેવાનો રમેશભાઇ ભદ્રા, અરવિંદ માવ, લખમશી ભદ્રા, ઘનશ્યામ નંદા, પ્રદીપ ફૂલિયા, રાજેશ ફૂલિયા, જયેશ ફૂલિયા, જગદીશ ભદ્રા, તુષાર વડોર, ખેતશી ગજરા, હિતેશ નંદા સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રાા હતા.