• Gujarati News
  • ભુજમાં થ્રીસ્ટાર હોટલ સહિત છ રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ

ભુજમાં થ્રીસ્ટાર હોટલ સહિત છ રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા કેટલાંક દિવસોથી છવાયેલાં ધાબડિયા વાતાવરણના કારણે ભુજમાં પેટના રોગોનું પ્રમાણ ઊચું જવાથી શહેરીજનોને પીરસવામાં આવતી રસોઇની ગુણવત્તા યોગ્ય છે કે, નહીં તેની ચકાસણી કરવા ફૂડ-ડ્રગ વિભાગની એક ટુકડી થ્રીસ્ટાર હોટલ પ્રિન્સ, કેબીએન, નીલમ, નિત્યાનંદ રેસીડેન્સી, મંગલમમાં અચાનક ત્રાટકી હતી. જોકે, ચેકિંગની આ કાર્યવાહી દરમિયાન એકેય અખાધ વસ્તુ મળી ન હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી હોટેલમાં ચાલતા રેસ્ટોરેન્ટમાં બનાવાતી ખાધ સામગ્રીની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. આ દરમિયાન એક મિઠાઇની દુકાન પરથી નમૂનો લેવાયો હતો, પણ કયાંય અખાધ સામગ્રી ધાબડવામાં આવતી ન હોવાનું જણાયું હતું. ફૂડ સેફટિ ઇન્સ્પેકટર બિપીન શર્માના જણાવ્યા મુજબ જે હોટેલમાં લાયસન્સ રિન્યૂઅલ બાકી હતાં તેમને યોગ્ય કરવા તાકીદ કરાઇ હતી. આ કામગીરી હજુ ચાલુ રહેશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.