• Gujarati News
  • ભુજમાં કચ્છી કાવ્ય સંગ્રહનું વિમોચન કરાશે

ભુજમાં કચ્છી કાવ્ય સંગ્રહનું વિમોચન કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં કચ્છી કાવ્ય સંગ્રહનું વિમોચન કરાશે

ભુજ: કવિપુત્રઅબ્દુલ મજીદ આઇ. લુહાર દ્વારા આયોજિત ગુલશન જયું સગરૂ-ભાગ : 4 કચ્છ સાહિત્યનું વિમોચન કરાશે તા.30/11ના રવિવારે સવારે 9:30 કલાકે, નવી મુસ્લિમ એ. હાઇસ્કૂલ, ખાસરા ગ્રાઉન્ડ નજીક એરપોર્ટ રોડ ખાતે. કાર્યક્રમના મોભી અધ્યક્ષ નારાયણ જોશી, સાહિત્યનું વિમોચન શંકરભાઇ એલ. સંચદ દ્વારા કરાશે. કાર્યક્રમનું શરૂઆત મૌલાના અલીફ નકશબંદી કરાવશે.

પૂર્વસાંસદનો અમૃત મહોત્સવ ઉજવાશે

ભુજ: કચ્છનાપૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના 75માં જન્મદિવસની ઉજવણી માટે ગઠીત સમિતિ દ્વારા પ્રસંગે શુભેચ્છા આપવા માંગતી સ્વૈચ્છિત, સામાજિક સંસ્થાઓ તથા શુભેચ્છક વર્તુળોને સમિતિનો સંપર્ક સાધવા અપીલ કરાઇ છે. પુષ્પદાન ગઢવી અમૃત મહોત્સવ અભિવાદન સમિતિના નેજા હેઠળ તા.13/12 શનિવારે ભુજના ટાઉનહોલ ખાતે બપોરે 3 કલાકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકીય અને સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જે કોઇ સંસ્થા કે વ્યક્તિગત શુભેચ્છા આપવા ઇચ્છતા હોય તેમને મો. 98251 70308 તેમજ 99135 44477 પર સંપર્ક કરવા સમિતિ દ્વારા અપીલ કરાઇ છે.

આજેભગવાન પરશુરામ નાટક ભજવાશે

ભુજ:રંગનિષ્ઠા કલાવૃંદ ભુજ દ્વારા ભગવાન પરશુરામના જીવનઅંશો પર અાધારિત યુનિ.ના પ્રથમ કુલપતિ ડો.કાંતિ ગોર લિખિત અને રમેશ સોનપાર દિર્ગદર્શિત દ્વિ અંકી નાટક "ભગવાન પરશુરામ\\\'નું તા. 29/11ના રાત્રે 9:00 કલાકે ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

સાર સમાચાર