• Gujarati News
  • માધાપરમાં મારામારી: 12 ઘાયલ

માધાપરમાં મારામારી: 12 ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના માધાપર ગામમાં સમા પરિવારના બે જૂથ વચ્ચે મારામારી થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. બઘડાટીમાં ત્રણ મહિલા સહિત કુલ 12 લોકો ઘવાયા હતા. ઇજાગ્રસ્તોને તમામને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટના વિશે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બનાવમાં એક તરફે અલીમામદ સાદકા(27), મુકીમ મામદ રહીમ(30), સનાઉલ્લા અમીન(17), બિલાલ સાધક(18), જુસબ મામદ(21)ને ઇજા થઈ હતી. અલીમામદે પોલીસને આપેલી કેફિયત પ્રમાણે તેમના પર જૂની અદાવતને કારણે અલાના ઉર્ફે હજલો તથા એની સાથેના માણસોએ હુમલો કર્યો હતો. બનાવ ગુરુવારે રાત્રે 10 વાગ્યે માધાપરના જૂનાવાસમાં ભાદરકા સોસાયટી પાછળ બન્યો હતો.

જ્યારે સામા પક્ષે હસન મામદ(40), ગુલમામદ રહેમતુલ્લા(29), શરીફા ગુલમામદ(30), અમીના હસન(30), હનીફા રહેમતુલ્લા(35) અને રહેમતુલ્લા ઇસ્માઇલ(50) અને જુબસ ગની(26) ઘવાયા હતા. લોકો પર અલીમામદ સાધક સમા અને તેના માણસોએ હુમલો કર્યો હતો.

જૂની અદાવતને કારણે બન્ને જૂથના લોકોએ લાકડી-ધોકા, કુહાડીથી એકબીજા પર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે સામસામી ફરિયાદ પરથી ગુના નોંધી તપાસ આગળ વધારી હતી.

ઘટનાની જાણ થતાં ભુજ બી ડિવિઝન પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે પોલીસના માણસો ધસી ગયા હતા. ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે તેમના સગા-સંબંધીઓ પણ હોસ્પિટલે જઈ પહોંચ્યા હતા. મારામારીમાં સામેલ લોકો મૂળ દીનારાના હોઈ પચ્છમમાં પણ ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી.