ભુજમાં મયૂરાસન, ઘોડેસવારો, ઇન્દ્રધ્વજા બન્યાં આકર્ષણનું કેન્દ્ર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પર્યુષણ પર્વના સમાપને ૭ સંઘના તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતાં ભુજમાં જૈન સાત સંધ દ્વારા રથયાત્રા અને તપસ્વીઓનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો, જેમાં મયૂરાસન, ઘોડેસવારો, ઇન્દ્રધ્વજા વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. યશોવિજયજી મ.સા,મુકિતચંદ્ર વિજયજી મ.સા,મુનિચંદ્ર વિજયજી મ.સા,સાધ્વી કલાવતીશ્રીજી મ.સા,સાધ્વી કીર્તિ‌લતાશ્રીજી મ.સાની નિશ્રામાં વરઘોડો વાણિયાવાડ ડેલામાંથી આદિનાથ જિનાલયથી નીકળ્યો હતો.પ્રભુજીનો રથ ૧૧ ભાવિકે ચલાવ્યો હતો.શહેરભરમાં વરઘોડો ફરી આદિનાથ જિનાલયે પહોંચ્યો હતો. રથના સારથી બનવાના ચડાવાનો લાભ કેશવલાલ શાહ,બેસવાનો લાભ બાબુલાલ ઝવેરી,ચામર ઢોળવાનો દીપક ચા ભંડાર તથા હસમુખલાલ ઝવેરી, પ્રથમ ધર્મધ્વજા સાથે ઘોડા ઉપર બેસવાનો લાભ અભય કલર લેબ,નરોત્તમભાઇ નારાયણજી, શાંતિલાલ ઝવેરી, પ્રેમચંદ સંઘવી, મયૂરાસનમાં ઇન્દ્ર-ઇન્દ્રાણી બનીને બેસવાનો પલ્લવીબેન મહેન્દ્રભાઇ ઠક્કર,ઇન્દ્રધ્વજ ગાડીમાં બેસવાનો લાભ મોહનલાલ શાહ,લખમશી શાહ,પ્રભુજીને પોંખવાનો પ્રાણલાલ શાહ તથા પુષ્પપૂજાનો બાબુલાલ મૂલચંદ પરિવારે લીધો હતો. આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈનસંઘના નવનિર્મિ‌ત ધર્મસ્થાનકના પ્રવેશ પ્રસંગે નવકારશી જમણ સ્વ.અમૃતબેન બાબુલાલ શાહ પરિવાર દ્વારા યોજાયું હતું.