ભુજના જેઆઇસીમાંથી ૩૨ પાક. માછીમારને મુક્ત કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા છ માસથી બંદી બનેલા પુરુષોને શુક્રવારે વાઘા બોર્ડરથી ડિપોર્ટ કરાશે

ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાંથી બુધવારે એક સાથે ૩૨ પાકિસ્તાની બંદીવાનને મુક્ત કરવામાં આવ્યા હતા. માછીમારી દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશવા મામલે તેઓને પકડવામાં આવ્યા હતા. ભારતમાં નવી સરકાર આવ્યા બાદ પાકિસ્તાને ૧પ૧ માછીમાર મુક્ત કર્યા હતા. બન્ને દેશ વચ્ચે સંબંધને સુધારવાની ચાલતી પ્રક્રિયાના ભાગરૂપે ભારતે પણ પાકિસ્તાની માછીમારોને મુક્ત કરી ખેલદિલી બતાવી હતી.

પ‌શ્ચિ‌મ કચ્છના એસપી વિધિ ચૌધરીએ આ બાબતે વિગતો આપતાં જણાવ્યું કે, છેલ્લા છ માસ દરમિયાન કચ્છના દરિયાઈ વિસ્તારોમાં માછીમારી કરતા પાકિસ્તાની પકડાયા, તેઓને ભુજના જેઆઇસીમાં રાખવામાં આવ્યા હતા. બુધવારે સવારે જેઆઇસીમાંથી ૩૨ માછીમાર પુરુષને તેમના વતન મોકલવા રવાના કરવામાં આવ્યા હતા. તમામને શુક્રવારે વાઘા ર્બોડરેથી પાકિસ્તાનમાં ડિપોર્ટ કરવામાં આવશે. સંયુક્ત પૂછતાછ કેન્દ્રમાં વિવિધ એજન્સીઓ મારફતે તેઓની પૂછતાછ અને તપાસ દરમિયાન કોઇ ગુનાહિ‌ત ઇરાદા જણાઈ ન આવે, તો એવા પરદેશીઓને ડિપોર્ટ પણ કરવામાં આવતા હોય છે. ભુજથી પણ આવા પાકિસ્તાનીઓને ડિપોર્ટ કરવામાં આવતાં હવે જેઆઇસીનો ભાર પણ અમુક અંશે હળવો થશે.