તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છમાં ૩૦ કરોડના ખર્ચે અનેક માર્ગોને મંજૂરી અપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિવિધ ધારાસભ્યોની રજૂઆતને પગલે માર્ગ મકાન વિભાગે મંજૂરી આપી

કચ્છમાં માર્ગ મકાન વિભાગ દ્વારા માર્ગોના રૂ. ૩૦ કરોડથી વધુના કામો મંજૂર થયાં હોવાની માહિ‌તી જિલ્લા ભાજપે આપી હતી. મીડિયા સેલના કન્વીનર ઘનશ્યામ ઠક્કરના જણાવ્યા મુજબ ભુજ તાલુકાના ભીરંડિયારા-મીઠડી રોડ માટે ૧.૬૦ કરોડ, મિરવાપર-ચાંગલાઇ રોડ માટે પ૦ લાખ, કુકમા સ્ટેશન રોડ સુધારવા માટે ૨૦ લાખ, હાજાપર, રેહા, ભારાપર, નારાણપર, મેઘપર રોડ માટે ૨ કરોડ, હબાય, મોડસર અને પૈયાના રસ્તા સુધારણા માટે ૧.૪૦ કરોડ, અંજાર તાલુકાના ખારીરોહર રસ્તા માટે ૪પ લાખ, નાની નાગલપર રોડ માટે ૪૦ લાખ અને કોટડા એપ્રોચ રોડ માટે ૨૦ લાખ, માંડવી તાલુકાના હબાય-ગોધરા રોડ માટે ૧.૪૦ કરોડ, દરશડી-ગંગાજી માટે ૬૦ લાખ અને દેશલપર એપ્રોચ રોડ માટે ૨૦ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા.

બાનિયારી રસ્તા સુધારણા માટે ૧.૨૦ કરોડ, લાખાવર રોડ ૧.૨૦ કરોડ, માય-લાખાવર રોડ ૧.૨૦ કરોડ, કકરવા માટે ૪૦ લાખ, ભુજપર રસ્તા માટે ૪૦ લાખ, રાપર તાલુકાના ડાભુંડા-સઇ-ચિત્રોડ રોડ માટે ૪.પ૦ કરોડ, કીડિયાનગર-સાંય રોડ સુધારણા માટે એક કરોડ, ફતેહગઢ એપ્રોચ રોડ માટે ૨૦ લાખાના કામોને મંજૂરી આપવામાં આવી છે. યાદીમાં જણાવાયા મુજબ ધારાસભ્યો તારાચંદ છેડા, નીમાબેન આચાર્ય, વાસણભાઇ આહિ‌ર, રમેશ મહેશ્વરી, વાઘજી પટેલે સરકારમાં રજૂઆત કરી હતી.

- અબડાસામાં ૮.૩૦ કરોડના માર્ગ બનશે

અબડાસાના ધારાસભ્ય છબીલભાઇ પટેલે પણ રૂ.૮.૩૦ કરોડના રસ્તાના કામો મંજૂર કરાવ્યાં હોવાનું જણાવ્યું છે. નેત્રાથી ખોંભડી રોડ માટે રૂ.૩.૩૦ કરોડ, નાના અંગિયા લિંક રોડ માટે રૂ.૩૦ લાખ, જારજોકથી કોટડા પ કિ.મી. માટે રૂ.૧ કરોડ અને લુડબાય(આ)થી લુડબાય(ઉ) ૪ કિ.મી. માટે રૂ.પ૦ હજાર અને મોથાળાથી રામપર(પી) અને અબડાસા તાલુકાના રામપર(ગોયલા)થી માતાના મઢ-બરંદા રોડ ૧૬ કિ.મી. માટે રૂ.૩.૨૦ કરોડના કામો મંજૂર કરાવ્યાં છે.