• Gujarati News
  • 2 Days 700 Landline Connection Disconnect During Sewage Line Digging In Bhuj City

ભુજ: આડેધડ ખાડા ખોદી 2 દિવસમાં 700 ફોનને કરાયા મૂંગામંતર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
ઉપાધી: કોન્ટ્રાકટરો દ્વારા આડેધડ રસ્તાઓ ખોદાતાં થતી સમસ્યા
ટેલિફોન વિભાગના તજજ્ઞોની સતત હાજરી વચ્ચે કોન્ટ્રાક્ટર દ્વારા કપાયા ઓએફસી
ભુજમાં મંગલમ તથા જીઆઇડીસી વિસ્તારમાં ગટરલાઇન નાખવા આડેધડ ખાડા ખોદી નખાતાં શહેરના 700થી વધુ ફોન બે દિવસથી થઇ ગયા છે.
મળતી વિગતો મુજબ ટેલિફોન વિભાગના તજજ્ઞોની સતત હાજરી છતાં કોન્ટ્રાકટર દ્વારા ઓએફસી કાપી નખાતાં સંસ્કારનગર વિસ્તારમાં 500 ફોન મુંઘા બન્યા હતા, તો જીઆઇડીસી એક્સેન્જ ઠપ થઇ ગયું હતું, જેના પગલે 200 કનેકશનને અસર થઇ હતી.