• Gujarati News
  • 100 Lokrakshak Not Enter In Full Salary After Five Year

ગાંધીધામ: ૧૦૦ લોકરક્ષક હજુ ફૂલ પગારથી વંચિત, કર્મચારીઓમાં કચવાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વર્ષ ૨૦૦૯માં ભરતી થયેલા કર્મીઓને પાંચ વર્ષ પૂર્ણ થવા છતાં ઓર્ડર ન મળતાં કચવાટ
પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં વર્ષ ૨૦૦૯માં ભરતી કરાયેલા ૧૦૦થી વધુ લોકરક્ષકને પાંચ વર્ષ પૂર્ણ થઇ જવા છતાં હજુ સુધી ફૂલ પગારમાં ન લેવાતાં કચવાટ ફેલાયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પ‌શ્ચિ‌મ કચ્છમાં ચૂંટણી પૂર્વે જ આવા કર્મીઓને કાયમીનો ઓર્ડર ઇસ્યૂ કરી દેવામાં આવ્યા છે. વંચિત રહી ગયેલા પોલીસ કર્મીઓ હાલ તો ક્યારથી ફૂલ પગાર મળશે તેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિ‌તી પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯માં લોકરક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જેમાંથી પૂર્વ કચ્છમાં ૧૦૦થી વધુની ફાળવણી કરવામાં આવી હતી. આ કર્મચારીઓને પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે. પાંચ વર્ષ બાદ ફૂલ પગારમાં ભરતી કરવામાં આવે છે, પરંતુ પૂર્વમાં ભરતી કરાયેલા આવા કર્મચારીઓને ૨૦૧૪માં પાંચ વર્ષ પૂર્ણ થઇ જવા છતાં હજુ સુધી કાયમી પગારમાં લેવામાં આવ્યા નથી પોલીસમાં શિસ્તતાનું ખૂબ જ મહત્ત્વ હોવાથી આવા કર્મચારીઓ સેનાપતિ દીપક મેઘાણી સમક્ષ રજૂઆત પણ કરી શકતા નથી જ્યારે અન્ય જિલ્લાની વાત કરીએ તો ચૂંટણી પૂર્વે જ કાયમીના ઓર્ડરો ઇસ્યૂ કરી દેવામાં આવ્યા હતા. પૂર્વના કર્મચારીઓ હજુ પણ રાહ જોઇ રહ્યા છે. સૂત્રોએ વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, ચાલુ માસમાં જો ઓર્ડર ઇસ્યૂ ન થાય તો બાદમાં એપ્રિલ સુધીના રજા પગારથી પણ વંચિત રહી જાય તેમ છે.

ડીજી કચેરીએ ઓર્ડર ઇસ્યૂ કરવાના રહે છે : એસપી

પોલીસ અધિક્ષક દીપક મેઘાણીનો 'દિવ્ય ભાસ્કર’ દ્વારા સંપર્ક કરાતાં તેણે જણાવ્યું હતું કે, ૨૦૦૯ના લોકરક્ષક તરીકે ભરતી કરાયેલા ૧૦૦ કર્મચારીને ફૂલ પગારના ઓર્ડર ઇસ્યૂ કરવામાં ન આવ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, આ ઓર્ડર ડીજી કચેરી દ્વારા કરવામાં આવે છે. આ અંગે એસપીકક્ષાએથી કરવાનો થતો રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.