‘ધોકો’ ફરજિયાત નથી

‘ધોકો’ ફરજિયાત નથી

ભાસ્કર ન્યૂઝ. ગાંધ | Updated - Oct 28, 2010, 04:10 AM
‘ધોકો’ ફરજિયાત નથી
છેલ્લા કેટલાક વર્ષોથી જયોતિષ શા±ામાં આધુનિક પદ્ધતિનો અમલ થવાની સાથે તહેવારોની મજા પણ બગડવા લાગી છે. દિવાળી જેવા પર્વ પર ‘ધોકા’ જેવા દિવસ દર વર્ષે આડો આવીને ઊભો રહી જતા તહેવારની મજા ફિક્કી પડી જાય છે, ત્યારે આ વર્ષે પણ આ ‘વિઘ્ન’નો યોગ તો છે જ પણ આ વિઘ્ન નવા વર્ષને રોકી શકે તેવું બળવાન નથી.
મળતી વિગતો મુજબ તા.૫/૧૧ના શુક્રવારે રાબેતા મુજબ દિવાળીનો તહેવાર છે, પરંતુ શનિવારે ‘વૃિદ્ધની તિથિ’ (ધોકો) આવે છે, જેના કારણે શનિવારને નવું વર્ષ કહી શકાય નહીં આવું કેટલાક જયોતિષીઓ કહી રહ્યા છે, પરંતુ આ વચ્ચે એક વાત એવી પણ બહાર આવી છે કે, આ વૃિદ્ધતિથિની શરૂઆત શનિવારે સવારે ૧૦:૩૦ વાગ્યા પછી થાય છે એટલે કે, સવારે ૧૦ :૩૦ વાગ્યા સુધી અમાસની તિથિ હોવાથી આજ દિવસને નવા વર્ષ તરીકે ઉજવી શકાય છે. તેવું જયોતિષીઓ જણાવી રહ્યા છે.
ગાંધીધામના જયોતિષી રામ મારાજે જણાવ્યું હતું કે, દિવાળી અને નવા વર્ષ વચ્ચે વૃિદ્ધતિથિ આવતી હોવાથી ફરી ધોકાની વાતો થઇ છે, પરંતુ આ તિથિની શરૂઆત શનિવારે સવારના ૧૦:૩૦ વાગ્યા પછી થાય છે. તેથી વચ્ચે એક દિવસ ધોકાનો રાખવો જરૂરી નથી.
વળી, જો આ વર્ષે વચ્ચે ધોકો આવશે તો ભાઇબીજ તથા નવા વર્ષની એક સાથે ઉજવણી કરવાની ફરજ પડશે કારણે કે, ધોકાના કારણે કારતક એકમનો દિવસ ઘટી જશે અને સીધીજ બીજ આવશે.
શું કામ આવે છે ‘ધોકો’
છેલ્લા કેટલાક વર્ષોથી ‘ધોકો’ તહેવારોની લજિજત બગાડે છે, ત્યારે આ ધોકા પાછળ આધુનિક પદ્ધતિ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પહેલા દેશી પદ્ધતિ પ્રમાણે ચાલતી ક્રિયામાં કેટલીક તિથિઓ બહાર આવતી ન હતી, પરંતુ હવે બધંુ કામ કમ્પ્યૂટર અને અંગ્રેજી પ્રક્રિયામાં થાય છે, જેમાં નાનામાં નાની તિથિ પણ તેમાં આવી જાય છે, તેમાંથી કેટલીક તિથિ વિઘ્નો સજેઁ છે.

X
‘ધોકો’ ફરજિયાત નથી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App