Home » Kutchh » Anjar » વસઇ તીર્થમાં ‘કચ્છના દાનવીર શેઠ જગડુશા’ નાટકની જમાવટ

વસઇ તીર્થમાં ‘કચ્છના દાનવીર શેઠ જગડુશા’ નાટકની જમાવટ

Divyabhaskar.com | Updated - Jun 03, 2010, 04:04 AM

વસઇ તીર્થમાં ‘કચ્છના દાનવીર શેઠ જગડુશા’ નાટકની જમાવટ

  • વસઇ તીર્થમાં ‘કચ્છના દાનવીર શેઠ જગડુશા’ નાટકની જમાવટ
    ભદ્રેશ્ર્વરમાં ઉજવાઇ રહેલા અંજનશલાકા ઉત્સવ અંતર્ગત કચ્છના નાટક કલાકારોએ બાળ જગડુશાથી શેઠ જગડુશાની દાસ્તાનનું મંચન કરી ઉપસ્થિત સેંકડો ભાવિકોની વાહ વાહ મેળવી હતી.
    ભૂખ મરો અને ગરીબીના કારણે એકબીજાનો દુશ્મન બનતો માણસ ઉપરાંત દુષ્કાળની દારૂણ પરિસ્થિતિમાં હત્યારા થતા મનુષ્યનું ભાવાત્મક અદામાં મંચન કરાયું હતું. ગાૈતમ જોશી લિખિત અને શૈલેન્દ્ર ચોકસી દગિ્દિર્શત ‘કચ્છના દાનવીર શેઠ જગડુશા’ માં પીરસાયેલાં કર્ણપ્રિય સંગીત અને આબેહૂબ વેશભૂષાએ દર્શકોની દાદ મેળવી હતી. નાટકના એક એક સંવાદ પર પ્રેક્ષકોએ તાળીઓની વષૉ કરી હતી.
    આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ અત્રેથી આ નાટક મુંબઇમાં પણ ભજવાય અને ત્યાંના ભાવિકો તેના લાભ લઇ શકે તે માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી. આ નાટકમાં શૈલેન્દ્ર ચોકસી, સુરેશ બજિલાણી, રમેશ દરજી, પંકજ સોની, મનન ઠકકર, ધવલ સચદે, માનસી માણેક, હંસા સોની, હિરેન વાળંદ, સૌમ્ય ભટ્ટ, ચિરાગ સોની, નિતા ભટ્ટ, આશિકા અગેરા, પ્રયાગરાજ ચોકસી, જગદીશ ગોર અને ભવ્ય સોની અભિનયના કામણ પાર્થયા હતા. નાટય પ્રયોગના નિમૉણ માટે પરેશ ભટ્ટ ‘કલગી’ તથા કમલેશ પંચોલીનો સહયોગ સાંપડયો હતો, જ્યારે સંગીત સંચાલન પરાગ ઠકકરે કર્યું હતું. કાર્યક્રમની સફળતા માટે મહોત્સવ સમિતિના કન્વીનર રવિલાલ સંગોઇ, ટ્રસ્ટ પ્રમુખ પ્રવીણચંદ્ર શાહ વગેરેનો સહકાર સાંપડયો હતો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ