• Gujarati News
  • જુહાપુરામાંથી ૧૭ પશુઓને પોલીસે મુકત કરાવ્યાં

જુહાપુરામાંથી ૧૭ પશુઓને પોલીસે મુકત કરાવ્યાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુહાપુરમાં ક્રૂરતાથી બાંધી રખાયેલાં ૧૭ પશુઓને પોલીસે મુકત કરાવ્યાં હતાં. વેજલપુર પોલીસને માહિતી મળી હતી કે જુહાપુરા મોતી મિસ્જદ પાસે કેટલાંક પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી રખાયાં છે અને તેમને કતલખાને લઇ જવાય તેવી શકયતા છે.
માહિતી આધારે વેજલપુર પોલીસ સબ ઇન્સ્પકટર બલદાણિયા અને બાબભા ગઢવી ત્યાં દોડી ગયા અને તેમણે મોતી મિસ્જદ પાછળ બાંધેલા ૮ પાડા અને ૯ ભેંસોને મુકત કરાવ્યાં હતાં અને આ પશુઓને બાંધી રાખનાર મયુદ્દીન પીરમહંમદ (રહે. ગ્રીનપાર્ક એપાર્ટમેન્ટ જુહાપુરા)ની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.