• Gujarati News
  • યુગાન્ડામાં અકસ્માતમાં ૨ સુરતીના મોત

યુગાન્ડામાં અકસ્માતમાં ૨ સુરતીના મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ આફ્રિકાના યુગાન્ડાના કમ્પાલાના એનટીબી એરપોર્ટ પરથી ઝીંઝા ટાઉન જઇ રહેલા ગુજરાતી યુવાનોની જીપને અકસ્માત નડતા સુરતના બે યુવાનો સહિત કુલ આઠના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. મૃતકોમાં સુરત શહેરના બગદાણાવાળા પરિવારના ગાૈરાંગભાઇ કાછડીયા સહિત અમરોલીના હિરેનભાઇ વગિેરેનો સમાવેશ થાય છે.
સુરત ખાતે રહેતા જનકભાઇ બગદાણાવાળાના જણાવ્યા અનુસાર, બગદાણાવાળા પરિવારના ગાૈરાંગભાઇ મગનભાઇ કાછડીયા (ઉ.વર્ષ.૨૮) બગદાણાવાળા યુગાન્ડાના ઝીંઝા ટાઉન ખાતે સુગર ફેકટરી ચલાવે છે. સાથો સાથ નંદલાલભાઇની સાથે વિકટોરિયા નાઇલ પ્લાસ્ટીકસ નામે ફેકટરીમાં માણસોની જરૂર હોવાથી સુરતના અમરોલી ખાતે રહેતા હિરેનભાઇ, દમણ ખાતે રહેતા પ્રવિણ રમેશભાઇ અને કડી કલોલના એક યુવાન વગિેરેને નોકરી માટે તા.૧૭મીએ રાત્રે બે વાગ્યાની ફ્લાઇટમાં મુંબઇથી યુગાન્ડા જવા રવાના થયા હતા. ૧૮મીએ સાંજે તેઓ યુગાન્ડાના કેપીટલ કમ્પાલાના એનટીબી એરપોર્ટ પર ઉતયૉ હતા.
આ યુવાનોને રિસિવ કરવા માટે ગાૈરાંગભાઇ મગનભાઇ બગદાણાવાળા સહિત મનુભાઇ પટેલ અને તેમના પુત્ર અલ્પેશભાઇ આવ્યા હતા. યુગાન્ડાના એરપોર્ટ પરથી ગાૈરાંગભાઇ બગદાણાવાળા સહિત હિરેનભાઇ અને પ્રવિણ રમેશભાઇ, દપિક પરબતભાઇ બગદાણાવાળા અને કડી કલોલના યુવાન સહિતના તમામ લોકો ૧૪ સીટર જીપ નંબર યુએએન-૦૮૫-પી મારફત કમ્પાલાથી ઝીંઝા ટાઉન તરફ જવા રવાના થયા હતા. ત્યારે ઝીંઝા ટાઉનથી ૨૫ કિલો મિટર દૂર સામેથી આવતા ટેન્કરે જીપને ટક્કર મારી હતી. જેના કારણે ગાૈરાંગભાઇ બગદાણાવાળા સહિત અમરોલીના હિરેનભાઇ, દમણના પ્રવિણ રમેશભાઇ સહિત કડી કલોલના એક યુવાન અને અન્ય એક ગુજરાતી યુવાન સહિત જીપ ચાલક એલેકસ ટીબેન્કાના તેનો ચાર વર્ષનો પુત્ર બેરીક લોવરી અને ટેક્સીના કન્ડકટર જેફરી કાબેલ સહિત આઠ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં બગદાણાવાળા પરિવારના દીપકભાઇ કાછડીયા સહિત અન્ય પાંચ યુવાનોને નાની મોટી ઇજા થઇ હતી. મોતને ભેટેલા પાંચ ગુજરાતી યુવાનોના મૃતદેહને સાથીદારો યુગાન્ડાથી મુંબઇ લાવવા માટે રવાના થયા છે. આ પાંચેયના મૃતદેહ શનિવારે મધરાતે બે વાગ્યાના સુમારે મુંબઇ લવાશે જયાંથી સુરત અને દમણ લઇ જવાશે.
૩ યુવાનોએ તો આફ્રિકાની ભૂમિ પર પ્રથમ વખત પગ મુકયો અને...
અમરોલીના હિરેનભાઇ, દમણના પ્રવિણભાઇ અને કડી કલોલનો એક યુવાન એમ કુલ ત્રણ યુવાનો નોકરી કરવા માટે પ્રથમ વખત જ આફ્રિકા ગયા હતા. જયાં તેઓ પોતાના નોકરીના સ્થળ પર પહોંચે એ પહેલા જ આ ગભીર અકસ્માત નડતા તેઓ કાળનો કોિળયો બની ગયા હતા.
મોતને ભેટેલા યુવાનો
@ સુરતના ગાૈરાંગભાઇ બગદાણાવાળા
@ અમરોલીના હિરેનભાઇ
@ દમણના પ્રવિણ રમેશભાઇ
@ કડી કલોલના એક યુવાન
@ અન્ય એક ગુજરાતી યુવાન
સુરતના વેપારીએ ‘દિવ્ય ભાસ્કર’ને અકસ્માતની જાણ કરી
રિંગ રોડ મિલેનિયમ માર્કેટ ખાતે મનમોહક ફેશન અને મીસ મતવાલીના શોરૂમ ધરાવતા કમલેશભાઇ કોઠારી ધંધાના કામ માટે યુગાન્ડા ગયા હતા. જયાં યુગાન્ડાના એરપોર્ટ પર તેમને આ ગોજારા અકસ્માત અંગે જાણ થતા કમલેશભાઇ કોઠારીએ સુરત ‘દિવ્ય ભાસ્કર’ને આ દુર્ઘટના અંગે ફોન પર જાણ કરી હતી.