• Gujarati News
  • મુદ્ત પહેલાં જ કેપીટીના ચેરમેનને રાજ્ય સરકારમાં પરત ફરવું છે

મુદ્ત પહેલાં જ કેપીટીના ચેરમેનને રાજ્ય સરકારમાં પરત ફરવું છે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેપીટીના અધ્યક્ષ પી.ડી.વાઘેલાએ તેમની પાંચ વર્ષની મુદ્ત પહેલાં જ કંડલા પોર્ટ ટ્રસ્ટનું અધ્યક્ષ પદ્ છોડી ગુજરાત સરકારમાં પરત જવા કેન્દ્રીય જહાજી મંત્રાલયને વિનંતી કરી છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલા પોર્ટ ટ્રસ્ટમાં કામ કરવું અને ખાસ કરીને વિવાદવાળી મીઠાની જમીનના જાહેર હરાજીનો મુદ્ો કેમ પાર પાડવો તેની મુશ્કેલી અનુભવી રહેલા વાઘેલાએ તો આ વર્ષની ૨૩મી ડિસેમ્બર (તેમની મૂળ મુદ્ત નવેમ્બર-૨૦૧૩માં પૂરી થાય છે) પછી જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઇ ગઇ હશે, ત્યારે રિલીવ થવાની વિનંતી કરી છે. પોર્ટમાંના સૂત્રોએ જણાવ્યું હતું કે, વાઘેલા થોડા દિવસ પહેલાં જ મીઠાની વિવાદસ્પદ જમીનના આખરી નિકાલ માટે પોર્ટના ઉચ્ચ અધિકારીઓના મોટા કાફલા સાથે દિલ્હી ગયા હતા અને ચિંતિત બની પાછા ફયૉ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ૨૦૧૩નું વર્ષ કંડલા પોર્ટ ટ્રસ્ટ માટે અત્યંત મહત્વનું છે એનું કારણ એ છે કે, જો વાઘેલા આ વર્ષે ન જાય અને આવતા વર્ષે મુદ્ત પૂરી કર્યા બાદ જાય તો તેમની જગ્યા ખાલી પડશે. નિવૃત્તિના કારણે ઉપાધ્યક્ષની જગ્યા ખાલી પડશે અને મોટા ભાગના એચ.ઓડી.ની જગ્યા ખાલી પડશે. કેન્દ્રીય જહાજી મંત્રાલયે કંડલાની જગ્યાઓ ભરવામાં હંમેશાં ઢીલ રાખી છે. જેના કારણે ગણા એચ.ઓ.ડી. ઇન્ચાર્જ તરીકે પણ રહ્યા હતા. જો આ બધી જગ્યા નહીં પૂરાય તો પોર્ટ મેનેજમેન્ટ ખાલી જગ્યાનું ‘ડઝિાસ્ટર મેનેજમેન્ટ’ અનુભવશે. વાઘેલાનો સંપર્ક કરતાં તેમણે રાજ્ય સરકારમાં પરત ફરવાની માગણી કરી હોવાનો ઇનકાર કર્યો હતો.

આદપિુરની સ્કૂલમાંથી કોઇ વિદ્યાર્થીને છૂટા કરાયા નથી
ગાંધીધામ : આદપિુરની સાધુ વાસવાણી સ્કૂલના આચાયૉ રાજશ્રીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં કોઇપણ વિદ્યાર્થીને છુટા કરવામાં આવ્યા નથી તથા શાળા સંકુલમાં છેડતીની કોઇપણ ઘટના બની નથી.