• Gujarati News
  • આડેસરમાં મંદિરમાંથી ૯૨ હજારના ચાંદીના આભૂષણોની ચોરી

આડેસરમાં મંદિરમાંથી ૯૨ હજારના ચાંદીના આભૂષણોની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડેસરમાં આવેલાં ચામુંડા અને રામ મંદિરમાં શુક્રવારની રાત્રિના તસ્કરો ત્રાટકી માતાજીની મૂતિg ઉપર ચડાવેલા ૯૨ હજારના આભૂષણોની ચોરી કરી ગયા હતા.મંદિરમાં થયેલી ચોરીની ઘટનાને પગલે આ વિસ્તારના ભાવિકોમાં ભારોભાર રોષની લાગણી જન્મી છે.
રાપર તાલુકાના આડેસર ગામે એકબીજાને અડીને આવેલાં ચામુંડા અને રામ મંદિરમાં શુક્રવારની રાત્રિના ૯થી સવારે ૬ વાગ્યાના અરસામાં નશિાચરો ત્રાટકયા હતા અને ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. તસ્કરોએ મંદિરના તાળાં તોડી અંદર પ્રવેશી માતાજીની મૂતિg પર ચડાવવામાં આવેલું ચાંદીનું ૭૫૦ ગ્રામનું ૧ મોટું છત્તર,૯૦૦ ગ્રામના
ત્રણ નાના છત્તર,૬૫૦ ગ્રામના ત્રણ ચાંદીના પાટલા,રામ-સીતાના ૨૦૦ ગ્રામના બે મુગટ,૧૦૦ ગ્રામના બે નંગ ચાંદીના તીર-કામઠા,૧૦૦ ગ્રામના બે માતાજીના મુગટ ચોરી નાસી ગયા હતા. સવારે નિત્યક્રમ મુજબ મંદિરે પૂજારી આરતી કરવા આવ્યા હતા, ત્યારે મંદિરના તાળાં તૂટેલાં જોતાં ચોરી થયાનું માલૂમ પડતાં તાત્કાલિક ગ્રામજનોને જાણ કરી હતી.ત્યારબાદ પોલીસને જાણ કરાઇ હતી.પોલીસે મારતે ઘોડે દોડી જઇ મંદિરના મહંતની ૯૨ હજારની ચોરીની ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાપર પંથકમાં પોલીસની નષ્ક્રિીયતાને કારણે દિન-પ્રતિદિન ચોરી,મારામારી,લૂંટ,હત્યા,બળાત્કાર સહિતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગુનાખોરીનો ગ્રાફ ઉંચેને ઉંચે ચડતો જાય છે, ત્યારે પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવી બનાવો બનતા અટકાવવા જરૂરી બન્યા છે.
આડેસરમાં નશિાચરો મંદિરમાં ત્રાટકી માતાજીના ચાંદીના આભૂષણોની ચોરી કરી ગયા હતાં. તસવીર જયેશ ઠક્કર