• Gujarati News
  • સવૉઇકલ કેન્સરની જાગૃતિ માટે ગાંધી જયંતીએ ગાંધીધામ દોડશે

સવૉઇકલ કેન્સરની જાગૃતિ માટે ગાંધી જયંતીએ ગાંધીધામ દોડશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓમાં જોવા મળતાં સવૉઇકલ કેન્સરની જનજાગૃતિ માટે બીજી ઓકટોબરે ગાંધીધામમાં વિવિધ સંસ્થાઓ દ્વારા એક જનજાગૃતિ મિનિ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતમાં સવૉઇકલ (ગભૉશય મુખના) કેન્સરથી મહિલાઓનાં મોત થઇ રહ્યા છે અને દર ૮ મિનિટે એક મહિલા આ કેન્સરથી મોતને ભેટે છે, ત્યારે આ રોગ માટે મહિલાઓ સહિત તમામ લોકોમાં જાગૃતિ આવે, તે માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી કલબ ઓફ ગાંધીધામના ડો. નવીન ઠક્કર, ઇન્ડિયન એકેડેમી ઓફ પિડિયાિટ્રકસ- કચ્છના ડો. રૂપેશ શેઠ, ઇન્નરવ્હીલ કલબ ગાંધીધામના પ્રમુખ વષૉ મડૈયાર અને રોટરેકટ કલબ ગાંધીધામના પ્રમુખ રોહિત ઠક્કર દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મિનિ મેરેથોન દોડમાં જુદી જુદી ત્રણ કેટેગરીમાં એક ૧૫થી ૨૫ વર્ષ, બે ૨૬થી ૫૦ વર્ષ અને ત્રણ ૫૧થી ઉપરની વ્યક્તિઓ માટે સ્ત્રી અને પુરુષને અલગ અલગ પુરુષ્કાર અને ટ્રોફી આપવામાં આવશે.
આ ઉપરાંત બીજી પણ ટ્રોફીઓ સ્પેશિયલ કેટેગરીને આપવામાં આવશે. રોગનો ઇલાજ સંભવ છે તેમજ જાગૃતિ અને જાણકારીને કારણે તેને ટાળી શકાય છે, તે આ જનજાગૃતિ અભિયાનનો મુખ્ય આશય છે, જેમાં ભાગ લેવા માટે તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.