• Gujarati News
  • કુરબઇમાં પિતાની બંદૂક લઇને નીકળેલો જેલમાં ગયો

કુરબઇમાં પિતાની બંદૂક લઇને નીકળેલો જેલમાં ગયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના કુરબઈમાં પિતાની બંદૂક લઈને નીકળેલા એક શખ્સને પોલીસે પકડી લીધા બાદ તેને કોર્ટમાં રજૂ કરાતાં જજે જેલ હવાલે કર્યો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુરબઇ ગામમાં મૂળ નખત્રાણા તાલુકાના મંજલ ગામનો ધનજી ઉફેઁ ફકીરા જુમા કોલી બે નાળચાવાળી બંદૂક લઈને જતો હતો ત્યારે તાલુકા પોલીસ દ્વારા તેને તા. ૨૮ સપ્ટેમ્બરે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ શખ્સની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતાં તેની પાસેથી મળી આવેલી બંદૂક તેના પિતાના નામના પરવાનાની હોવાનું જણાવ્યું હતું. પિતાને પૂછયા વિના તે હથિયાર લઈને નીકળ્યો હતો. પકડાઈ ગયાના બીજા દિવસે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલમાં ધકેલાયો હતો.