• Gujarati News
  • ગાંધીધામમાં ચાલકે કાર બેફિકરાઇથી હંકારી અકસ્માતની હારમાળા સર્જી

ગાંધીધામમાં ચાલકે કાર બેફિકરાઇથી હંકારી અકસ્માતની હારમાળા સર્જી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાં એક કાર ડ્રાઇવર માલિકીની ઇનોવા કાર સાફ કરી રહ્યો હતો, ત્યારે અજાણ્યો શખ્સ દોડીને આવી કારમાં બેસી ગયો હતો અને ચાવી અંદર જ હોઇ કાર હંકારીને ભાગી છુટયો હતો. આટલું ઓછંુ હોય તેમ આ શખ્સે બેફિકરાઇથી કાર હંકારી અકસ્માત સજર્યો હતો અને ૮થી ૧૦ જેટલાં વાહને અડફેટે લીધાં હતાં. આ સમયે ફિલ્મી ર્દશ્યો સર્જાયા હતા. જોકે, આ બનાવની પોલીસ ચોપડે કોઇ જ નોંધ થઇ નથી.
ગાંધીધામમાં ડ્રાઇવર માલિકીની ગાડી સાફ કરી રહ્યો હતો, ત્યારે અજાણ્યો એક શખ્સ દોડી આવ્યો હતો અને કાર હંકારી ભાગી છૂટયો હતો. આ શખ્સે પૂરઝડપે બેફિકરાઇથી વાહન ચલાવતાં ભારતનગરના જનતા કોલોની વિસ્તારમાં આઠ જેટલા બાઇકને અડફેટે લીધા હતા, ત્યાંથી થોડે આગળ દૂર પાર્ક કરેલી નવી નક્કોર એક કારને પણ ઠોકરે લીધાનું જાણવા મળ્યું છે. અંતે કાર થાંભલા સાથે જોરદાર અથડાતાં ત્યાં જ ઊભી રહી ગઇ હતી. ફિલ્મના શૂટિંગની જેમ ગાડી લઇને ભાગેલા શખ્સને ઉશ્કેરાયેલા ટોળાએ બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો, પરંતુ મોડી રાત સુધી આ બનાવની પોલીસ ચોપડે કોઇ જ નોંધ થઇ ન હતી જોકે, આ અકસ્માતની હારમાળામાં મોટી જાનહાનિ ન થતાં નજરે જોનારા સૌ લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો..

ચોરી કરવા ઘૂસેલો શખ્સ કાર ઉઠાવી ગયાની ચર્ચા
આ અંગે ભારતનગર વિસ્તારના રહીશોમાં આ શખ્સ કોઇ ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો હોઇ, પણ આસપાસના લોકો જોઇ જતાં પકડાઇ જવાની બીકે કાર ઉઠાવી ગયાની ચર્ચાએ જોર પકડયું છે.
બટુક ભોજનના કાર્યક્રમમાં નાસભાગ મચી
ભારતનગર વિસ્તારથી આગળ આવેલા એક મંદિરની બાઉન્ડરી વોલ સાથે પણ કાર અથડાઇ હતી અને દીવાલ તૂટી હતી. આ સમયે મંદિરમાં બટુક ભોજનનો કાર્યક્રમ ચાલતો હોઇ બાળકોમાં નાસભાગ મચી ગઇ હતી.