• Gujarati News
  • માંડવી નખત્રાણા પંથકમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ

માંડવી-નખત્રાણા પંથકમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે અંજાર શહેર અને તાલુકા તથા ભુજમાં વરસાદ પડયા પછી એક દિવસના વિરામ બાદ શનિવારે માંડવી તાલુકાના ગઢશીશા તથા દેવપુર (ગઢ) પંથક તથા નખત્રાણાના વિથોણ સહિત આજુબાજુના વિસ્તારમાં ઝાપટાંથી માંડી દોઢ ઇંચ વરસાદ પડયો હતો.
કચ્છમાં ગુરુવારે અંજાર તથા ભુજ પર મહેર કર્યા બાદ એક દિવસનો મેઘવિરામ રહ્યો હતો, તો આજે શનિવારે માંડવી તાલુકામાં મેઘો આવી પહોંચ્યો હતો. બપોરના ચાર વાગ્યાના અરસામાં આ પંથકના દેવપુર (ગઢ), પોલડિયા, રત્નાપર, નાની-મોટી મઉં, મકડા સહિત આજુબાજુના વિસ્તારમાં ઝાપટાંરૂપે શરૂ થયેલા વરસાદે જોતજોતામાં એકથી દોઢ ઇંચ પાણી ઠાલવી દીધું હતું, જેને કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં, તો ગઢશીશા, શેરડી, ગંગાપરમાં પણ ૧૫ મિનિટ સુધી ભાદરવાના ભૂસાકારૂપી ઝાપટું પડતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયાં હતાં. આ મહેરને પગલે અગાઉ ખેડૂતોએ વાવેતર કરેલા ઊભા પાકને ફાયદો થયો હોવાનું જાણવા મળ્યું હતું, તો અમુક કિસાનોએ કપાસના પાકને નુકસાન થશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.
બીજી બાજુ નખત્રાણા વિસ્તારના વિથોણમાં સાંજના અરસામાં ગાજવીજ સાથે ત્રાટકેલા મેઘરાજાએ અડધો ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું, જેને કારણે પાણી વહી નીકળ્યાં હતાં, તો આજુબાજુના ભડલી, થરાવડા તથા યક્ષ વિસ્તારમાં પણ સામાન્ય છાંટા પડયાનું જાણવા મળ્યું હતું.