• Gujarati News
  • મુંબઈમાં ટ માર્ટના ઈઉઠ સહિત ચારની ધરપકડ

મુંબઈમાં ટ-માર્ટના ઈઉઠ સહિત ચારની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંધ્રપ્રદેશમાં હજારો લોકોને કરોડોનો ચૂનો ચોપડનારી એનમાર્ટ કંપનીના સીઇઓ, એચ.આર. મેનેજર સહિત ચારને આંધ્ર પોલીસે મુંબઈમાંથી ધરપકડ કરી છે. જેમને બાય રોડ આંધ્રપ્રદેશ લઈ જવામાં આવશે. તેમને પ્રકાશમ જિલ્લાના કંડૂકૂર ટાઉન પોલીસ મથકમાં એરેસ્ટ બતાવી જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ચારેય ગોપાલ શેખાવતની એનમાર્ટ કંપનીમાં અલગ અલગ ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યા હતા.
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના એસ. પી. રઘુરામન રેãીએ જણાવ્યું હતું કે, ગોપલ શેખાવતે આંધ્રપ્રદેશમાં રૂ. ૫,૫૦૦ની એમએલએમની સ્કિમ લોન્ચ કરી અલગ અલગ સ્ટોર્સ ખોલ્યા હતા. આવી લોભામણી સ્કિમો બનાવી લોકો પાસેથી કરોડો રૂપિયા વસૂલા કર્યા બાદ સ્કિમ મુજબ લાભો આપવામાં શેખાવતની કંપની એનમાટેં ઠાગાઠૈયા કર્યા હતા. પોલીસે શેખાવતને પકડવા માટે સુરતમાં ધામા નાખ્યા હતા પરંતુ તેનો કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન પોલીસને બાતમી મળી કે ન્યૂ લૂક એરવેઝ નામની કંપનીમાં હેલિકોપ્ટર ખરીદવા માટે ગોપાલ શેખાવતે ઇન્વેસ્ટ કર્યું હતું. આ એરવેઝના ડિરેકટર અને એનમાર્ટના એચઆર મેનેજર હિરેન દેવાણી, એનમાર્ટના બિઝનેસ હેડ, પ્રતીક દેસાઈ, સીઇઓ અકીલ પતરાવાલા અને સલીમ ખાનની મુંબઈના મલાડ નજીકથી ધરપકડ કરાઈ હતી. આ કંપનીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું ત્યારે આિર્ટકલ્સ ઓફ મેમોરન્ડમમાં સલીમ શેખનું નામ ડિરેકટર તરીકે દેખાડવામાં આવ્યું હતું.
આંધ્રપ્રદેશમાં આવી રીતે ચિટિંગ કરનારાઓ માટે રાજ્ય સરકારે વિશેષ કાયદો બનાવ્યો છે. આ કાયદા મુજબ એનમાટેં ગુનો કર્યો હોવા બાબતે કોર્પોરેટ ફંડ્સ વોચ નામની એનજીઓએ પ્રકાશમ જિલ્લાના કંડૂકૂર ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એનમાર્ટના માલિકો સામે પ્રાઇઝ ચીટ એન્ડ મની સકયુંલેશન સ્કિમ બેનિંગ એકટ, ધી આંધ્રપ્રદેશ પ્રોટેકટશન ઓફ ડપિોઝિટર્સ ફાયનાિન્સયલ એસ્ટાબિ્લશમેન્ટ એકટ-૧૯૯૯ અને આઇપીસીની કલમ ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો હતો.
પકડવા ગયા હતા એકને મળી ગયા ચાર
આંધ્ર પોલીસને એવી બાતમી મળી હતી કે હિરેન દેવાણી મલાડ પાસે આવવાનો છે. પોલીસે તેને પોતાના બાતમીદારો સાથે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જ એનમાર્ટ સાથે જોડાયેલા ચારેય પકડાયા હતા. પોલીસે તેમની ધરપકડ કરી હતી.
કોણ કોણ પકડાયું
# હિરેન દેવાણી, એચ. આર. હેડ, એનમાર્ટ, તથા ન્યૂ લૂક એરવેઝના ડિરેકટર
# સલીમ ખાન, ડિરેકટર, એનમાર્ટ
# અકીલ પતરાવાલા, ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર, એનમાર્ટ
# પ્રતીક દેસાઈ, બિઝનેસ હેડ, એનમાર્ટ