• Gujarati News
  • ફોસ્ટા ચૂંટણીમાં પેનલો તૂટી

ફોસ્ટા ચૂંટણીમાં પેનલો તૂટી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિંગરોડની ૧૪૨ માર્કેટના ૪૦,૦૦૦ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન ( ફોસ્ટા)ના ૨૧ ડિરેકટરો માટે શુક્રવારે વણકર સંઘ માર્કેટ ખાતે યોજાયેલી ચૂંટણીમાં ૭૦૫ મતદારોમાંથી ૬પ૦ વેપારીઓએ મતદાન કર્યુ હતું.મતલબ કે ફોસ્ટાની ચૂંટણીમાં ૯૨ ટકા મતદાન કર્યુ હતું.સવારે ૧૧-૨૫ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. શાંતપિૂર્ણ વાતાવરણમાં વેપારીઓએ ઉત્સાહપૂવeક ચૂંટણીમાં ભાગ લીધો હતો. મોડી રાત્રે ૧ વાગ્યે મતગણતરી વખતે ૬૫૦ મતમાથી ૫૦૦ મતની ગણતરી બાદ પેનલ તૂટવાની સ્થિતિ બની હતી.
વેપાર પ્રગતિ મંચના ચુનીલાલ ભોગર, રાધેલાલ રૂપચંદાણી પાછળ અને ટેકસટાઇલ વિકાસ મંચના અનિલ રાઠી, જયલાલ આગળ રહ્યા હતા. તારાચંદ કાસટ અને ચંપાલાલ બોથરા કટોકટ સ્થિતિમાં હતા. ફોસ્ટામાં માર્ચ મહિના પહેલાં ૨૧ ડિરેકટરો ફારેગ થયા હતા, તેમની ચૂંટણી કરવા માટે ભારે વિવાદ ઉભો થયો હતો અને તેમાં ફોસ્ટામાં બે ફાડચા પડી ગયા હતા.આખરે સપ્ટેમ્બરની ૨૮ તારીખે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.વેપાર પ્રગતિ મંચ અને ટેકસટાઇલ વિકાસ મંચ એમ બે પેનલો વચ્ચે જંગ થઈ હતી.શુક્રવારે સવારથી મતદાન માટે ભારે ભીડ જામી હતી.
લેટનાઇટ કવરેજ
૭૦૫મતદારો
૬૫૦વોટીંગ
૯૨% મતદાન
૦૮ઈઈરહ કેમેરા
૦૮બૂથ
૨૧ચૂંટણી સ્ટાફ
ચૂંટણી સ્થળે મતદારો પરસેવે રેબઝેબ
દર વખતે ફોસ્ટાની ચૂંટણી જે. જે.એસી. માર્કેટના ટેરેસ પર થાય છે. પણ આ વખતે પહેલી વખતે નવી બંધાઈ રહેલી વણકર સંઘ માર્કેટમાં ચૂંટણી રાખવામાં આવી હતી.ચારેકોર બાંબુ,અને સાંકડી જગ્યા, કોઈ પણ જગ્યાએ પંખા નહોતા મુકાયા ,જેને કારણે વેપારીઓ રેબઝેબ થઈ ગયા હતા.બેસવાની પણ જગ્યા નહોવાને કારણે વેપારીઓમાં સખત નારાજગી જોવા મળી હતી.વેપારી મહેન્દ્ર સલુજાએ કહ્યું હતું કે,ફોસ્ટાના ઇન્ચાર્જ પ્રમુખ નિર્મલ જૈનને ડર હતો કે,જે.જે. માર્કેટમાં ચૂંટણી થશેતો તેની પેનલ હારી જશે.આવી અસલામત વાળી જગ્યાએ લોકો પરેશાન થઈ ગયા છે.નિર્મલ જૈને કહ્યું હતું કે,જે.જે. માર્કેટમાં ચૂંટણી પારદશીg થતી નથી એટલે વણકર સંઘમાં રાખી છે.પણ અહીં કોઈ સમસ્યા નથી.
૮ સીસીટીવી કેમેરા મુકાયા
મુખ્ય ચૂંટણી કમશિ્નર અશોક જૈને કહ્યું હતું કે,ચૂંટણી દરમ્યાન કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તેના માટે મતદાન સ્થળે ૮ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હતા.ઉપરાંત પોલીસ અલે સિકયોરીટી સ્ટાફની પણ વ્યવસ્થા હતી.ઓવરઓલ મતદાન એકદમ સ્મુથ ચાલ્યું હતું.
પહેલી વખત ઓબ્ઝર્વર
બંન્ને પેનલોને ચૂંટણીમાં ગેરરીતિ થવાની આ શંકા હતી એટલે સામાજીક સેવા અને યાર્નના ધંધા સાથે સંકળાયેલા અશોક કાનુગોની મુખ્ય ઓબ્ઝર્વર તરીકે સેવા લેવામાં આવી હતી. આ વખતે વિવાદો વધુ હોવાને કારણે કોઇ ગેરરીતી ન થાય તેના માટે કાનુગોની સેવા લેવામાં આવી હતી.
મતદાન ૧૫ મિનિટ મોડું
ફોસ્ટાની ચૂંટણીનો સમય સવારે ૧૧ વાગ્યે જાહેર કરાયો હતો. મતદાન પેટી પર સીલ મારવા માટે તાત્કાલિક નવા તાળા મંગાવવામાં આવ્યા હતા.જેને કારણે મતદાન ૧૧ને બદલે ૧૧.૧૫ કલાકે શરૂ થયું હતું. સાંજે ૧૫ મિનિટ વધારી દેવામાં આવી હતી. અને મતદાન ૧૫ મિનિટ મોડુ શરૂ થયું હતું.
પહેલા-છેલ્લો વોટ જૈનનો
સવારે ૧૧-૧૫ વાગ્યે પહેલો વોટ નિર્મલ જૈને આપ્યો હતો, જ્યારે ૫-૧૫ કલાકે છેલ્લો વોટ મનોજ જૈન નામના વેપારીઓ આપ્યો હતો. સવારે ૧૧થી ૨ વાગ્યા સુધીમાં ૨૨૫ વેપારીઓના મત પડી ગયા હતા. એ પછી ૨ થી ૩માં વેપારીઓનો ભારે ધસારો થયો હતો.