• Gujarati News
  • જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા યુનિટને જૂનામાં ખપાવી માર્જિન વસૂલ્યું

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા યુનિટને જૂનામાં ખપાવી માર્જિન વસૂલ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર બેરોજગારીને નાથવા નીતનવી યોજના અમલમાં મૂકે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સબસિડી સાથે અમુક ધંધા રોજગારમાં બેંક દ્વારા લોન પણ આપવામાં આવે છે, પરંતુ વહીવટી પાદરર્શકતાના અભાવે ગૂંચવણો ઊભી થતી હોય છે.
ભુજ તાલુકાના માધાપરના વતનીએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સહકારથી ઉદ્યોગ સ્થાપ્યો, પરંતુ વચેટિયાઓને મલાઇ ન મળતાં આ યુનિટને જૂનું ગણાવી કાર્યવાહી કરતાં અરજદારે કોર્ટ સમક્ષ ધા નાખી છે.
૨૦૦૯માં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજની ભલામણના આધારે બેંકમાંથી લોન મેળવી ઉદ્યોગ શરૂ કરાયો, આ અંગે જે તે વખતે ઉદ્યોગ ખાતું વાણજિયવેરા ખાતું, બેંકના અધિકારીઓ તથા પીજીવીસીએલના ઇજનેરો દ્વારા યુનિટનું સ્થાનિકે પરિક્ષણ કરી યુનિટને રજિસ્ટ્રેશન નંબર અપાયો હતો, પરંતુ એકાએક ૨૮મી ઓગ્સ્ટ ૨૦૧૨ના અરજદારને જાણ કર્યા વિના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ દ્વારા આ યુનિટને અગાઉથી ચાલુ હોવાનું ઠરાવીને માર્જિન રકમ વસૂલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.
અરજદારે વધુમાં જણાવ્યું છે કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ કે કે.વી.આઇ.સી. અમદાવાદ અને મુંબઇ દ્વારા આ યુનિટની તપાસ હાથ ધરવામાં આવી હોત, તો તેની વિગતો આપી કારણદર્શક નોટિસ આપી અરજદારને સાંભળવાની તક આપવી જોઇએ, પણ આ રીતે એકતરફી નિણeય લઇ સીધેસીધી વસૂલાતની કાર્યવાહી કરવાથી નાના ઉદ્યોગને વપિરીત અસર થાય અને પ્રતિષ્ઠાનું પણ હર્નન થાય છે, એકતરફ સરકાર દ્વારા ઉદ્યોગને કચ્છમાં પ્રોત્સાહન આપવા માટે જાહેરાતો કરી મેળાઓ યોજવામાં આવે છે, તો બીજીતરફ ચાલુ ઉદ્યોગ સામે ખોટી રીતે વસૂલાત માટે દબાણ કરવામાં આવે છે.
આ બાબતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજના જનરલ મેનેજર બી.બી.સિંહે જણાવ્યું હતું કે, વગિત જૂની હોવાથી મારી જાણમાં નથી, છતાં તપાસ કરી કાર્યવાહી કરીશું. તેવી હરહંમેશની માફક હૈયાધારણ આપવામાં આવી હતી.