• Gujarati News
  • લાખાપરમાં વીજશોક લાગતાં યુવાનનું મોત

લાખાપરમાં વીજશોક લાગતાં યુવાનનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખાપર ગામે રહેતો યુવાન પોતાના ઘરે બગડી ગયેલી સ્વીચની મરંમત કરી રહ્યો હતો, ત્યારે અકસ્માતે વીજશોક લાગતાં તેનું કરુણ મોત નીપજયું હતું.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અંજાર તાલુકાના લાખાપર ગામે રહેતો વિષ્ણુ નાનિયા નોરિયા (ઉ.વ.૩૫) નામનો યુવાન પોતાના ઘરે બગડી ગયેલી સ્વીચની મરંમત કરી રહ્યો હતો, તે વેળાએ બાજુમાંથી પસાર થતાં વાયરને અડી જતાં જોરદાર વીજશોક લાગતાં બેભાન થઇ ગયો હતો. બેભાન થયેલા યુવાનને પરિવારજનોએ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડયો હતો, પરંતુ હોસ્પિટલે તેનો નિ:પ્રાણ દેહ જ પહોંચ્યો હતો.
યુવાનના અકાળે મોતથી પરિવારજનોએ કાળો કલ્પાંત કરી મૂક્યો હતો. જેનાથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.