• Gujarati News
  • વીજળીની સિકયોરિટી ડપિોઝિટ ખેડૂતો નહીં ભરે

વીજળીની સિકયોરિટી ડપિોઝિટ ખેડૂતો નહીં ભરે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
વીજળીની સિકયોરિટી ડપિોઝિટ પેટે રૂપિયા વસૂલવાના વીજ કંપનીના મનસ્વી નિર્ણય સામે ગાંધીનગર જિલ્લાના ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો અને નાના વેપારીઓ-દુકાનદારોએ ડપિોઝિટ નહીં ભરવાનો નિર્ણય લીધો છે. વીજકંપનીના નિર્ણય સામે ખેડૂતો અને વેપારીઓએ બાંયો ચડાવતાં ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં વીજ કંપનીએ સિકયોરિટી ડપિોઝિટ પેટે તોિંતગ રકમ વસૂલવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગાંધીનગર જિલ્લાનાં ગામોમાં વસતા ખેડૂતો અને નાના વેપારીઓ-દુકાનદારોને સિકયોરિટી ડપિોઝિટ ભરવાની બિલ ઉત્તર ગુજરાત વીજકંપની દ્વારા હાથોહાથ આપવામાં આવ્યું હતું. વીજગ્રાહકોએ બિલ ન સ્વીકારતાં વીજકંપનીએ પોસ્ટ દ્વારા બિલ મોકલ્યાં હતાં. બિલમાં સિકયોરિટી ડપિોઝિટ ભરવાની તાકીદ કરવા સાથે ડપિોઝિટ ન ભરનારા વીજગ્રાહક પાસેથી દર અઠવાડિયે ૦.૨૫ ટકા સરચાર્જ વસૂલવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
આ અંગે ગુજરાત ખેડૂત હિતરક્ષક મંડળે જણાવ્યું હતું કે વીજકંપનીની સિકયોરિટી ડપિોઝિટ વસૂલવાના મનસ્વી નિર્ણય સામે ગામડાંના ખેડૂતો, નાના વેપારીઓ અને દુકાનદારોમાં રોષ ફેલાય છે. મેહુલભાઈ બારોટ અને ભરતભાઈ ચૌધરીએ કહ્યું હતું કે જિલ્લાનાં મોટા ભાગનાં ગામડાંમાં સિકયોરિટી ડપિોઝિટનો વિરોધ થઈ રહ્યો છે. મંડળ દ્વારા પણ ડપિોઝિટ ન ભરવા માટે ગામડાંમાં અપીલ કરવામાં આવી રહી છે. મંડળે જણાવ્યું હતું કે ગ્રામ્ય કક્ષાએ નાના ઉદ્યોગો ધરાવતા તથા ઘર વપરાશ ધરાવતા વીજગ્રાહકો પાસેથી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સિકયોરિટી ડપિોઝિટ વસૂલવાનો લેવાયેલો નિર્ણય ખોટો છે. વીજગ્રાહકોને ન સમજાય તેવી અટપટી રીતે સિકયોરિટી ડપિોઝિટ વસૂલવાનો નિર્ણય લેવાયો છે. વીજકંપનીના આ નિર્ણયને પગલે નાના વેપારીઓ અને ખેડૂતો પર અચાનક આર્થિક બોજ વધી ગયો છે. વીજકંપનીના મનસ્વી નિર્ણયના વિરોધમાં સિકયોરિટી ડપિોઝિટ નહીં ભરવાનો નિર્ણય લેવાયો છે.