• Gujarati News
  • કચ્છમાં ગુટખાના પ્રતબિંધ સામે થયેલી સૌપ્રથમ કાર્યવાહી

કચ્છમાં ગુટખાના પ્રતબિંધ સામે થયેલી સૌપ્રથમ કાર્યવાહી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા ગત ૧૧મી સપ્ટેમ્બરથી પ્રતબિંધ મૂકવામાં આવેલા ગુટખા સામે ગાંધીધામ નગરપાલિકાએ શુક્રવારે સાંજે મુખ્ય બજારમાંથી અથાણાની દુકાનની આડમાં ગુટખાનો જથ્થો સંતાડી
...અનુસંધાન પાના નં. ૨
રાખનારા વેપારીને ઝડપી લીધો હતો. પ્રાથમિક ગણતરી મુજબ નગરપાલિકાની ટીમે એક લાખ રૂપિયાથી વધુનો જથ્થો પકડી લીધો છે.
ગાંધીધામ નગરપાલિકાના ફૂડ વિભાગના ઇન્સ્પેકટર આનંદને બાતમી મળી હતી કે, ચાવલા ચોક પાસે આવેલી વચલી બજારની હરેશ આચાર સેન્ટર નામની દુકાનમાં પ્રતબિંધિત ગુટખાનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો છે, જેને પગલે તેમણે ટીમ દ્વારા રેડ કરીને દુકાનના માલિક ગોવિંદ હરચંદ ભંભાણીના કબજામાં રહેલા ગુટખાના જથ્થાને પકડી પાડÛો હતો. સાંજે છએક વાગ્યાના અરસામાં કરવામાં આવેલી આ રેડની કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. દુકાનમાં પડેલા જથ્થાને ધ્યાનમાં રાખતાં તેમજ ગણતરીને ધ્યાનમાં લેતાં ગુટખાના જથ્થાની રકમ સવા લાખની આસપાસ રહે તેવી શકયતા છે.
જથ્થો પકડાયા બાદ શું કાર્યવાહી થશે?
ગુટખાનો માતબર જથ્થો પકડનારા ગાંધીધામ નગરપાલિકાના અધિકારી આનંદ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, નિયમ મુજબ તેઓ ગુટખાના તમામ જથ્થાને જપ્ત કરી તેની સીઝ કરી લેવાના છે. તેમાંથી સેમ્પલ લઇને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સ્ટેટ લેવલની ટીમ ગાંધીધામ આવશે
લાખ રૂપિયાથી પણ વધુનો પ્રતબિંધિત ગુટખાનો જથ્થો પકડાયા બાદ તેની વધુ તપાસ માટે ગાંધીનગરથી રાજ્યકક્ષાની એક ટીમ પણ ગાંધીધામ આવવા નીકળી ગઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.