• Gujarati News
  • કેએમસીબીના કર્મચારીને જ સસ્પેન્ડ કરાયો છે

કેએમસીબીના કર્મચારીને જ સસ્પેન્ડ કરાયો છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ મર્કન્ટાઇલ બેંકમાં અશોક જોબનપુત્રા નામના કર્મચારીને ફરિયાદ ન નોંધાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બીએમસીબીનો ગોટાળો છએક મહિના પૂર્વે પ્રકાશમાં આવ્યા પછી કેએમસીબીના રાપરના મેનેજર સેવંતીલાલ શાહે તુરંતમાં જ રાજીનામું આપી દીધું હતું. સૂત્રોના કહેવા મુજબ કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચવા માટે તેમણે રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બાદમાં બેંકના એક કર્મચારી અશોક જોબનપુત્રાને એફઆઇઆર નોંધવવા માટેની સત્તા આપવામાં આવી હતી, પણ તેમ કરવામાં તે કસૂરવાર રહેતાં તેને સસ્પેન્ડ કરાયો હતો. જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસના ઉપેન્દ્ર કોઠારીને બેંકના સીઇઓનો ચાર્જ સોંપવામાં આવેલો છે.