• Gujarati News
  • લાકડિયામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

લાકડિયામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાકડિયા રેલવે કોલોની વિસ્તારમાં રહેતા યુવાને બુધવારે સાંજે અકળ કારણોસર ગળાફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું હતું.
લાકડિયામાં રેલવે કોલોની વિસ્તારમાં રહેતો અશોકસિંહ જુવાનસિંહ ઠાકોર (ઉ.વ.૧૯) નામનો યુવાન સાંજે પોતાના ઘરે એકલો હતો, ત્યારે અકળ કારણોસર પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.
બનાવને પગલે પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ લાશને ઉતારી પી.એમ.અર્થે ખસેડી યુવાને ક્યાં કારણોસર આત્મઘાતી પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું
હતું. લોકોમાં તર્કવિતર્ક મચી જવા પામી હતી. કચ્છમાં યુવાનોના આપઘાતના બનાવો વધતાં ચિંતા પ્રસરી રહી છે.