• Gujarati News
  • ઓખા કોસ્ટગાર્ડની મદદથી રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું

ઓખા કોસ્ટગાર્ડની મદદથી રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરિયામાં જહાજો ઉપર નગિરાની રાખવાના આશયથી થોડા મહિનાઓ અગાઉ ઇન્સ્ટોલ કરવામાં આવેલી કંડલાની વેસલ્સ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમને કારણે પાંચ માછીમારને દરિયામાં ડૂબતા બચાવી લેવામાં આવ્યા છે. વીટીએમએસના અધિકારીઓ તેમજ ઓખા કોસ્ટગાર્ડના સંયુકત રેસ્કયુ ઓપરેશનને કારણે માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા.
કંડલા વીટીએમએસના ડેપ્યુટી ડાયરેકટર સીપી સિંઘ દ્વારા કંડલા પોર્ટ ટ્રસ્ટના પીઆરઓ સંજય ભાટીને પાઠવવામાં આવેલા અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ગત ૧૮મી સપ્ટેમ્બરે અલ નઝીર નામની એક બોટ ઉંધી વળી ગઇ હતી, જેને કારણે આ બોટમાં સવાર સલિયા ગામના કરીમ ચામરિયા, કાસમ ચામરિયા, જુમા સુભાણિયા, હનીફ ચામરિયા અને યાસીન ચાગડા જિંદગી અને મોત વચ્ચે લડાઇ લડી રહ્યા હતા. વેસલ્સ મોનિટરિંગ સિસ્ટમમાં આવતાં તેમણે તુરંત જ ઓખા કોસ્ટગાર્ડને આ અંગેનો સંદેશો આપ્યો હતો, જેને પગલે એક કલાકમાં માછીમારોને બચાવીને ઓખા જેટી ઉપર લાવવામાં આવ્યા હતા.