• Gujarati News
  • ઉંમર ૩૬ વર્ષ, ઊંચાઇ ૧૮ ઇંચ અને વજન માત્ર ૨૨ કિ.ગ્રા. !!

ઉંમર ૩૬ વર્ષ, ઊંચાઇ ૧૮ ઇંચ અને વજન માત્ર ૨૨ કિ.ગ્રા. !!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્મથી જ ૨૦૬ હાડકાં અવિકસિત રહેતાં ૩૬ વર્ષની ઉમરે ૨૨ કિલો વજન સાથે માત્ર ૧૮ ઇંચ ઊંચાઇ ધરાવતા મુન્દ્રા તાલુકાના કારાઘોઘા ગામના ધનજી લાલજી કેરાઇની કહાણી કોઇ પણ વ્યકિતને પ્રેરણા આપનારી છે.ઘણી વખત સ્વસ્થ લોકો પણ જીવનમાં નાસીપાસ થઇ જતા હોય છે પરંતુ આ વિકલાંગ વ્યકિતએ શારીરિક ખામીઓને નજરઅંદાજ કરી પોતાના માટે નવો માર્ગ કંડારી રાષ્ટ્રપતિની શાબાશી સાથે સન્માન પણ મેળવ્યું,અજીબ અસાધ્ય રોગથી પીડાતો ધનજી મિકેનિકલ એન્જિનિયરને ટક્કર મારે તેવી ગજબની કોઠાસૂઝથી વકલિંાગો માટે ચાર પૈડાંવાળી મોટરસાઇકલનું મોડફિકેશન કરે છે અને તે સાથે પોતાનું ગેરેજ પણ ચલાવે છે. શીખ લેવા જેવી વાત એ પણ છે કે, છ ભાઇમાંથી પંાચમાં ક્રમનો ધનજી પોતાના માતા-પિતાનું પાલન પોષણ ખુદ કરે છે.આજે મોટા પગાર મેળવતા પુત્રો પણ મા બાપને ધૂતકારી દેતા હોય છે, ત્યારે એક વિકલાંગ વ્યકિત પોતાના મા બાપનો સહારો બની બીજાને પણ પ્રેરણા આપી રહી છે.ગેરેજ ચલાવવા સાથે તેને સંગીતનો પણ ગજબનો શોખ છે. તેણે ઇલેકટ્રીક સાધનો રપિેર કરવાની કુનેહ પણ હસ્તગત કરી છે.