• Gujarati News
  • રાપરમાં બસ સ્ટેશને મૂકેલું બાઇક ચોરાઈ ગયું

રાપરમાં બસ સ્ટેશને મૂકેલું બાઇક ચોરાઈ ગયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર શહેરના બસ સ્ટેશનમાં પાર્ક કરાયેલું એક બાઇક કોઇ તસ્કરો ઉઠાવી ગયાનો બનાવ બન્યો હતો. ૨૦ દિવસ પહેલાંના બનાવમાં બાઇકના માલિકે ફોજદારી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
રાપર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, શહેરના બસ સ્ટેશનમાં પાર્ક કરવામાં આવેલું જીજે ૧૨ બીડી ૯૭૨૪ નંબરનું બાઇક કોઇ તસ્કરો ઉઠાવી ગયા હતા.
તા.૧૩ સપ્ટેમ્બરે બનેલી આ ઘટના અંગે પોલીસે વિધિવત્ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. બાઇકની કિંમત ૨૮૦૦૦ આંકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં તસ્કરીનું પ્રમાણ ગંભીર રીતે વધી ગયું છે. એમાંય રેઢા મુકાયેલાં બાઇકને પણ હરામખોર તસ્કરો પલકવારમાં ઉઠાવી જવાના કિસ્સાનો અવાર-નવાર બનતા રહે છે. ત્યારે પોલીસ પણ વધુ સખત બને તેવું લોકોએ રોષ સાથે
જણાવ્યું હતું.