• Gujarati News
  • ભરબપોરે ~૩.૬૨ લાખની લૂંટ

ભરબપોરે ~૩.૬૨ લાખની લૂંટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીના આગમન પૂર્વે પોલીસની આબરૂના લીરા ઉડાવતી લૂંટારુ ટોળકીએ ઇલોરાપાર્કમાં બપોરે ~ ૩.૬૨ લાખની લૂંટ કરી હતી.
ન્યૂ સમા રોડ મસ્ત્યગંધા ફ્લેટમાં રહેતા ૨૪ વર્ષીય જગત મહેશભાઇ ત્રિવેદી રેડિયન કેશ મેનેજમેન્ટ સર્વિસમાં કેશ એક્ઝિકયુટિવ તરીકે ફરજ બજાવે છે. મંગળવારે સવારે સાડા દસ વાગે તેઓ સહ કર્મચારી શૈલેષભાઇ ચૌહાણ સાથે રેસકોર્સ ચકલી સર્કલ પાસે આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં ગયા હતાં. જયાંથી નાણા ઉપાડી ~ ૩,૬૨,૮૮૧ તેમની પાસેના થેલામાં મૂકયા હતા જ્યારે બાકીના ~૩,૬૯,૩૨૭ શૈલેષ પાસેના થેલામાં મૂકયા હતાં. સવા બાર વાગ્યાના સુમારે ઇલોરાપાર્ક કલ્પતરુ સ્ટોર પાસે જગતભાઇને અચાનક ખંજવાળ આવતા તેમણે ગલીના નાકે આવેલા પાનના ગલ્લા પાસે બાઇક ઊભી રખાવી હતી. તેમનો મિત્ર નજીકના ગલ્લા પર પાણી લેવા ગયો હતો દરમિયાન અચાનક પાછળથી આવેલા બાઇક સવાર લૂંટારુઓ બાઇકની ટાંકી પર મૂકેલા ~૩,૬૨,૮૮૧ની રોકડ ભરેલા થેલાની લૂંટ કરી ભાગી છુટયા હતા .
ફસ્ર્ટ પર્સન
ઇલોરાપાર્ક કલ્પતરુ પાસે મને ખંજવાળ આવતાં દવા લેવાની હોય પાણી પીવા માટે બાઇક ઊભી રખાવી હતી. શૈલેષભાઇ પાણી લેવા ગયા અને મેં ~૩,૬૨,૮૮૧ ભરેલો થેલો બાઇકની ટાંકી પર મૂકતા બાઇક સવાર લૂંટારુ બેગ ખેંચીને ભાગ્યા હતાં. અમે પીછો કર્યો પરંતુ ટ્રાઇડન્ટ કોમ્પલેક્ષ બાદ તેઓ દેખાયા ન હતાં.
(લૂંટારુઓનો ભોગ બનેલા જગત ત્રિવેદી સાથે વાતચીતના આધારે)