• Gujarati News
  • જૂનીગઢી સહિત ૨૦૦ શ્રીજીની વિદાય

જૂનીગઢી સહિત ૨૦૦ શ્રીજીની વિદાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુંદાળા દેવે સાત દિવસનું આતિથ્ય માણી મંગળવારે ભાવભેર વિદાય લીધી હતી. શહેરભરના ૨૦૦ જેટલા સાર્વજનિક મંડળો સહિતની શ્રીજી પ્રતિમાઓનું સુરસાગર સહિતના ૧૨ જેટલા તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જે પૈકી ૪૦ જેટલા શ્રીજીની યાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થવાની હોય આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બપોરે પાણીગેટ રાણા વાસ, વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસેના ગણેશજીની વાજતે ગાજતે યાત્રા નીકળી હતી. પોલીસતંત્ર માટે કસોટી સમાન જૂનીગઢી યુવક મંડળના શ્રીજીની પોણા પાંચ વાગ્યાના સુમારે યાત્રા નીકળી હતી. હજારો ભકતોની મેદની વચ્ચે શાંંતપિૂર્ણ વિસર્જન થતાં પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો.
તોફાનીઓને મોનિટર બનાવાયા
જૂનીગઢીની શ્રીજીસવારીને સંવેદનશીલ વિસ્તારમાંથી કોઇપણ જાતના વિઘ્ન વગર પસાર કરવા ડીસીપી એ.જી.ચૌહાણે તોફાની છોકરાને જ મોનીટર બનાવી દેવાની નીતિ ઘડી હતી. ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોને જ શ્રીજીસવારીને હેમખેમ પસાર કરવાની જવાબદારી સોંપી હતી.
સંવેદનશીલ સ્થળોએ શ્રીજીની ધૂન
જૂનીગઢીની શ્રીજી સવારી પાણીગેટ દરવાજા પાસે પહોંચતા ફિલ્મી ગીતો બંધ થઇ શ્રીજીની ધૂન શરૂ થઇ ગઇ હતી. સિટી પોલીસ મથક પાસે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વાતાવરણ ભિકતમય બની ગયું હતું. યાત્રા માંડવી પાસે પહોંચતા જ સુનો ગોર સૈ દુનિયાવાલોના ગીત સાથે યાત્રામાં દેશભિકતનું મોજુ ફરી વળ્યું હતું.