• Gujarati News
  • ‘હુ મારા બાળકને દોઢ વર્ષથી શોધું છુ ં’

‘હુ મારા બાળકને દોઢ વર્ષથી શોધું છુ ં’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘મારે બે બાળકો છે. મારૂ નાનું બાળક ૨૬ જાન્યુઆરી નાં રોજ બિમાર હતું જેથી તેની સારવાર અર્થો હું હોસ્પિટલમાં હતી. ત્યારે પાછળથી મારા ઘરની બહાર રમી રહેલા મારા મોટા છોકરાને કોઇ અજાણી બાઇ ઉપાડી ગઇ હતી. આ બાઇને ૭ થી ૮ લોકોએ જોઇ હતી. જેથી પોલીસે તેનો સ્કેચ પણ બનાવ્યો હતો. પરંતુ આ વાતને એક વર્ષ આઠ મહિના થઇ ગયા હોવા છતાં પણ હજુ મારા બાળકનો પત્તો લાગ્યો નથી અને પોલીસ પણ રસ લેતી નથી. અમે ગરીબ લોકો છીએ. તેથી અમારું કોઇ સાંભળતું નથી.’આ શબ્દોે છે દોઢ વર્ષથી પોતાનુ બાળક ગુમાવનાર લાલદરવાજા પટેલ વાડી નં-૨માં રહેતા શીતલ રાજુભાઇ રાજપૂતના.તેમનો અઢી વર્ષનો દિકરો ઘરની બહાર રમતો હતો ,ત્યારે કોઈ અજાણી સ્ત્રી ઉઠાવી ગઈ હતી. શહેરમાંથી છેલ્લા એક દાયકામાં આવા ૧૪૨૯ બાળકો ગુમ થયા છે જેમનો આજ સુધી કોેઈ
પત્તો નથી.
શહેરનાં ગુમ થયેલા આવા બાળકોનાં પ્રશ્ને વાલીઓની વેદના ને વાચા આપવા માટે ક્રાય અને બુનિયાદી અધિકાર આંદોલન ગુજરાત સંસ્થાએ સંયુકત રીતે એક જાહેર કાર્યક્રમ અને ત્યારબાદ રેલી કાઢીને શહેર પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
ગુમ થયેલા બાળકોનાં વાલીઓએ કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી. ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. આ કાર્યક્રમ બાદ આ વાલીઓએ સંસ્થાનાં નેજા હેઠળ એક રેલી કાઢી હતી. આ રેલી અઠવાગેટથી પોલીસ કમિશનરની કચેરી સુધી લઇ જવામાં આવી હતી. જયાં શહેર પોલીસ કમિશનરને વાલીઓ અને સંસ્થાઓની માંગણીઓ દર્શાવતું એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ક્રાય સંસ્થાના એસોસિએટ જનરલ મેનેજર પ્રવીણસિંગે કહ્યું હતું કે, ગુમ થયેલા બાળકોનાં કિસ્સામાં ૧૪ વર્ષની વય ધરાવતા બાળકોને જ બાળક ગણવામાં આવે છે, ૧૪ થી ૧૮ વર્ષની વય ધરાવતા બાળકોને બાળક ગણવામાં નથી આવતા. ગુમ થયેલા બાળકોનાં કેસમાં ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને બાળક જ ગણવા જોઇએ. આ ઉપરાંત બાળકો ગુમ થવાની એફઆઇઆર માટે પણ ૨૪ કલાક નો જ સમય લાગુ કરાય છે. જો એફઆઇઆર જલદી કરવામાં આવે તો પણ બાળક પાછું મળવાની શકયતાઓ વધી જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં બાળકો વધુ ગુમ થાય છે. સુરતમાં ટેકસટાઇલ અને ડાયમંડ ઇન્ડÍટ્રીમાં કામ કરી રહેલા માઇગ્રન્ટ કર્મચારીઓ અને તેમના પરિવારનાં બાળકો ગુમ થાય છે.