• Gujarati News
  • બાઇક િસ્લપ થતાં કલાકારનું મોત

બાઇક િસ્લપ થતાં કલાકારનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘરેથી સિલિંગ ફેન લેવા નીકળેલા ગુજરાતી ફિલ્મના વિલનની બાઇક વાઘોડિયા ચોકડી પાસે િસ્લપ થતાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સયાજીમાં ખસેડતાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. તપાસમાં રસ્તામાં બેઠેલી ગાય સાથે ભટકાતાં બાઇક પરથી પટકાયા હોવાની શંકા સેવાઇ રહી છે.
મૂળ પંજાબ અમૃતસરના અને શહેરના વાઘોડિયા રોડ હીરાબા નગરમાં રહેતા ૫૨ વર્ષીય ગુરપ્રીતસિંગ ઉફેઁ સુનીલ સુવર્ણસીંગ શોખી ગુજરાતી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવે છે. તેઓ વૃદ્ધ માતા રેશમકાર શોખી સાથે રહે છે જ્યારે બે બહેન અને એક ભાઇ અમૃતસરમાં સ્થાયી છે. તેમની નવી ફિલ્મના શૂટિંગનું મંગળવારે પાદરા-સાધી રોડ પરના ફાર્મ હાઉસમાં મુહૂર્ત હતું. મુહૂર્તની પૂર્વરાત્રે તેઓ નિમૉતા સુરજિત રાવલની બાઇક લઇ રપિેરિંગમાં આપેલો સિલિંગ ફેન લેવા નીકળ્યા હતા.સાડા આઠ વાગ્યાના સુમારે તેઓ વાઘોડિયા ચોકડીથી વૈકુંઠ સોસાયટી તરફ આવી રહ્યા હતા ત્યારે બાઇક િસ્લપ થતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સયાજીમાં ખસેડતાં સારવાર મળે તે પહેલાં તેમનું મોત થયું હતું. અકસ્માતના પગલે તેમનાં માતા, ફિલ્મના નિમૉતા, સહકલાકારો સહિતનાં સ્વજનો દોડી આવ્યાં હતાં. મહત્વની વાત તો એ છે કે અકસ્માત સ્થળે રસ્તા પર મૃત હાલતમાં પડેલી ગાય સાથે બાઇક ટકરાઇ કે પછી બાઇક િસ્લપ થયું તેવા પ્રશ્ન ઊભા થયા છે. પાણીગેટ પો.સ્ટે.ના પીએસઆઇ બી.કે. ગમારે જણાવ્યુું હતું કે બાઇક િસ્લપ થતાં કલાકારનું મોત થયું હોવાનું સુરજિત રાવલે કહ્યું છે. ગાયની સાથે અકસ્માતની કોઇ વાત નથી.
હેલ્મેટ પહેર્યું હોત તો મારો દીકરો બચી જાત
ગુરપ્રિત ચાર દિવસ પહેલા જ ૬થી ૭ હજારનાં કપડાં લાવ્યો હતો. નવી ફિલ્મનું શુટિંગ શરૂ થવાનું હોવાથી તે ખૂબ જ ઉત્સાહમાં હતો. ત્રણ પેન્ટ અને એક કાળા રંગનો ઝભ્ભો હતો. તેણે નવા બૂટ પણ લીધા હતા. ગઇકાલે નવા જ કપડાં પહેરીને રપિેરિંગમાં આપેલો પંખો લેવા નીકળ્યો હતો. તેણે કહ્યું હતું કે મા.. અબ સારે કષ્ટ દૂર હો જાયેંગે, તેનો સારો ટાઇમ આવે તે પહેલાં જ અકસ્માતમાં મોતને ભટÛો છે. ખરેખર હેલ્મેટ પહેર્યું હોત તો મારો દીકરો બચી જાત. મેં તેને ઘણીવાર હેલ્મેટ પહેરવા જણાવ્યું હતું. મારી બંને દીકરી હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવે છે. લોગ વ્હીકલ કે પીછે ઇતના ખર્ચ કરતે હૈ તો હેલ્મેટ કયો નહિ ખરીદતે... દરેક વાહન ચાલકે હેલ્મેટ પહેરવું જ જોઇએ.(ગુરપ્રીતની માતા રેશમકોર સાથે થયેલી વાતચીતના આધારે )

દેશ રે જોયા...માં પણ વિલનની ભૂમિકા ભજવી હતી
ગુરપ્રીતસિંગ ઉફેઁ સુનીલ શોખી ૨૦ વર્ષની ઉંમરથી ફિલ્મ લાઇનમાં કામ કરતો હતો. તેણે કેટલીય ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું.દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મમાં પણ તેણે વિલનની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત સતનામ ચિત્ર મંદિર કૃત શારદા,બાબા રામદેવ,મીરા દાતાર, માડી તારા અઘોર નગારા વાગે, પ્રીતની જોડ, સુખમાં સહુ દુ:ખમાં વહુ સહિતની ફિલ્મમાં તેની વિલનની ભૂમિકા ખૂબ વખણાઇ હતી. મંગળવારે નવી ફિલ્મના શૂટિંગ પૂર્વે જ અકસ્માતમાં તેમનું મોત નીપજયું હતું.