• Gujarati News
  • ંન્ફડ તરુણ બારોટની ધરપકડ

ંન્ફડ તરુણ બારોટની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાદીક જમાલ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈએ મંગળવારે ૪.૩૦ વાગ્યે મહેસાણાના ડી વાય એસ પી તરુણ બારોટની ધરપકડ કરી હતી. તરુણ બારોટને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવતા તેઓ બપોરે સીબીઆઈની કચેરીએ આવ્યા હતા.બારોટ સેલફોન વગર જ સીબીઆઈ કચેરીએ આવ્યા હતા. ત્રણ કલાકની પૂછપરછ બાદ સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. સાદીક જમાલનાં કેસમાં, મુંબઈના પત્રકાર કેતન તિરોડકાર બાદ આ બીજી ધરપકડ છે. સીબીઆઈએ તરૂણ બારોટ સામે આઈ પી સી ૧૨૦ બી, ૧૧૪, ૩૪૧,૩૪૨,૩૪૫,૩૬૪,૩૬૫ અને હત્યાની ૩૦૨ની કલમ લગાવી છે. મોડી રાત સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન બારોટ વારેઘડીએ કોફી પીવા માગતા હતા.
સીબીઆઈના ડીવાયએસપી એસ. કે. રાઠી મોડી રાત્રે પૂછપરછ પતાવી રવાના થયા બાદ તરુણ બારોટને કચેરીમાં જ રાખવામાં આવ્યા હતા.જાન્યુ.-’૦૩માં સાદીક જમાલ મહેતરને મુંબઈના દયા નાયક અને કેતન તિરોડકરે ગુજરાત પોલીસને હવાલે કર્યો હતો. ત્યારબાદ ૧૪મી જાન્ય. ૨૦૦૩ના રોજ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી ડી જી વણઝારાના આદેશથી સાદીકને નરોડાની ગેલેકસી સિનેમા પાસે મોડી રાતના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.

એન્કાઉન્ટરમાં તરુણ બારોટની ભૂમિકા
એન્કાઉન્ટરમાં કોણ કોણ આરોપી..
પી પી પાંડે ( તત્કાલીન ક્રાઈમ બ્રાન્ચ), ડી જી વણઝારા ( તત્કાલીન ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ), કે એમ વાઘેલા ( ઈન્સ્પેકટર ક્રાઈમ બ્રાન્ચ), જે જી પરમાર ( તત્કાલીન ઈન્સ્પેકટર ક્રાઈમ બ્રાન્ચ) સહીત ૨૧ અન્ય આરોપીઓ.
હવે કોનો વારો..
સાદીક જમાલનો ગુજરાત પોલીસને કબજો સોંપનાર મુંબઈના પોલીસ ઈન્સ્પેકટર દયા નાયકની ધરપકડ નિશ્ર્વિત બની છે. તે પછી એન્કાઉન્ટરમાં સામેલ અને હાલમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં જેલમાં બંધ અધિકારીઓની ધરપકડ થશે.
બારોટે છાતીમાં દુ:ખતું હોવાની ફરિયાદ કરી
ધરપકડ બાદ બારોટે છાતીમાં દુ:ખતુ ં હોવાની ફરિયાદ કરતા તેમને ગાંધીનગર સિવિલમાં ચેક અપ માટે લઈ જવાયા હતા. જયાંથી સાંજે ૬.૩૦ વાગ્યે તેમને ગાંધીનગર સીબીઆઈ કચેરીમાં પરત લવાયા હતા.
૨જી ઓકટોબરે હાઈકોર્ટમાં એટીઆર રજૂ થશે
સીબીઆઈ ૨જી ઓકટોબરના રોજ એકશન ટેકન રિપોર્ટ રજૂ કરશે. જેમાં આ એન્કાઉન્ટરમાં અન્ય અધિકારીઓની શું ભૂમિકા હતી તેના સત્તાવાર ખુલાસો કરશે.
તરુણ બારોટે ૧૬ જેટલા એન્કાઉન્ટર કર્યા છે
તરૂણ બારોટની છાપ ગુજરાત પોલીસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ તરીકેની હતી. તેઓ લગભગ ૧૯૯૦ના દાયકામાં પોલીસ ફોર્સમાં જોડાયા હતા. ૧૯૯૨માં તેમની પોસ્ટિંગ સબ ઈન્સ્પેકટર તરીકે ક્રાઈમ બ્રાન્ચમાં થઈ હતી. ૧૯૯૮માં ડોન લતીફના એન્કાઉન્ટર સાથે તેઓ લાઈમ લાઈટમાં આવ્યા હતા. આ માટે તેમને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપીને ઈન્સ્પેકટર બનાવી દેવાયા હતા. તે પછી તેમણે વટવાની ગંગા રો હાઉસમાં ચાર કથિત આતંકીઓ સહિત ૧૬ જેટલા એન્કાઉન્ટર કર્યા હતા. તેઓ ૨૦૧૧ સુધી ક્રાઈમ બ્રાન્ચમાં રહ્યા હતા અને તે પછી ડી વાય એસપીના પ્રમોશન સાથે મહેસાણા વિભાગમાં મુકાયા હતા.
દુબઈથી આવ્યા બાદ સાદીક કેતન તિરોડરને મળ્યો હતો. સાદીક સામે ભાવનગરમાં જુગારનો કેસ હોવાથી તેણે કેતનને એવા માણસનો સંર્પક કરાવવા કહ્યું હતું કે જે તેનો કેસ પતાવી શકે. બદલામાં કેતન તેને દયા નાયક પાસે લઈ ગયો હતો. જયાં બંનેએ ભેગા મળીને સાદીકની આતંકવાદી તરીકેની પ્રોફાઈલ તૈયાર કરી ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી ડી જી વણઝારાને વાત કરી હતી. જાન્યુ. ૨૦૦૩માં વણઝારા, તરૂણ બારોટ અને એક મહિલા મુંબઈ ગયા હતા અને સાદીક જમાલનો કબ્જો લઈ અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ તેને ૧૪મી જાન્યુઆરી ૨૦૦૩ના
રોજ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.