• Gujarati News
  • કલાલી વિસ્તારનાં રહીશોને આપેલી નોટિસનો વિરોધ

કલાલી વિસ્તારનાં રહીશોને આપેલી નોટિસનો વિરોધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા સેવાસદન દ્વારા કલાલી વિસ્તારમાં આવેલી વિવિધ વસાહતોમાં આવેલા ૧૪૬૭ મકાનોના રહીશોને ૭ દિવસમાં મકાનો ખાલી કરવા આપવામાં આવેલી નોટિસનો વપિક્ષી નેતાએ વિરોધ કરી આ મુદ્દે અદાલતના તિરસ્કારની કાર્યવાહીનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વપિક્ષી નેતા ચિÌામ ગાંધીએ મ્યુ.કમિશનરને પત્ર લખી જણાવ્યું છે કે, કલાલી ખાતે આવેલા મહાકાળી નગર, જાગનાથ નગર, સંતોષી વસાહત, ભીમનાથ નગર, સર્વોદય નગરના તમામ ૧૪૬૪ મકાનો હાલ તોડવા જોઇએ નહીં. હાલ આ મકાનોમાં રહેતા પરિવારોના ૩૦૦૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જો આ વસાહતોના રહીશોને જો જાંબુવા, તાંદલજા અને વાસણા વગેરે જગ્યાઓ પર બનેલા મકાનોમાં ખસેડવામાં આવશે તો બાળકોના અભ્યાસ પર માઠી અસર થશે. બાળકોનું ભવિષ્ય બગડશે. સેવાસદને હાઇકોર્ટના આદેશમાં જણાવ્યા મુજબ તા.૩૧-૫-૨૦૧૨ સુધીમાં લાઇટ, પાણી અને ડ્રેનેજની સુવિધા કરીને મકાનો ફાળવવા જણાવ્યું હતું. તેની પાછળનો આશય શાળાઓનું નવું સત્ર શરૂ થાય તે પહેલાં નાગરિકો નવા સ્થળોએ રહેવા જાય તો નજીકની શાળાઓમાં પ્રવેશ મેળવી શકે. પરંતુ નિયત મુદતમાં સેવાસદન સુવિધાઓ પૂરી પાડી શકયું નથી. હવે જ્યારે શૈક્ષણિક સત્રને ચાર મહિના થયા છે ત્યારે વસાહતના રહીશોને આ સ્થળેથી ખસેડવા યોગ્ય નથી.
વસાહતના રહીશોને અપાયેલી ઘર ખાલી કરવાની નોટિસનો વિરોધ કરી વપિક્ષી નેતાએ આ મુદ્દે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.