સાર સમાચાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભાચાર્ય સેવાશ્રમ દ્વારા સત્સંગ સભા
વડોદરા. શ્રીમદ્ વલ્લભાચાર્ય સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા તા.૨૬મી સપ્ટેમ્બર,૨૦૧૨ને બુધવારના રોજ ગોવર્ધનનાથજીની હવેલી, ટેલફિોન એકસચેન્જની સામે, પાણીની ટાંકી રોડ, કારેલીબાગ ખાતે પૂ.૧૦૮ મથુરેશ્ર્વર મહારાજની અધ્યક્ષતામાં એકાદશી, વામન જયંતી, પુરુષોત્તમ લાલજીનો ઉત્સવ, દયારામ જયંતી તથા સંધ્યા આરતી પછી ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કક્ષા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
વડોદરા. જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વડોદરા અને ઉદય એજયુકેશન સોસાયટી સંચાલિત એલેિમ્બક વિધ્યાલય, વડોદરા દ્વારા આયોજિત જિલ્લા કક્ષા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વડોદરા શહેર જિલ્લાના તમામ બાળકો ભાગ લઇ શકે પ્રદર્શની નહિાળી શકે તે હેતુથી સમયપત્રકની આયોજકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે.
છાણી પોલીસ હેડ કવાર્ટરમાં રકતદાન શિબિર
વડોદરા. એસ.કે.નંદા હોમ સેક્રેટરીના પિતા સુબોધકુમાર નંદાનાઓની સ્મૃતિમાં તા.૨૪મી સપ્ટેમ્બરમાં રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. છાણી હેડકવાર્ટર ખાતે વડોદરા ગ્રામ્ય જિલ્લાના ૫૦ જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ રકતદાન કર્યુ હતું. આ પ્રસંગે પોલીસ મહાનિરીક્ષક એસ.એસ.ત્રિવેદી, પોલીસ અધિક્ષક સંદીપ સિંહ, વડોદરા ગ્રામ્યના એમ.એન.સુનેસરા નાયબ પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ત બ્લડ બેંક વડોદરા ના ડો. ભેસાણીયા તેમજ ફાલ્ગુની ભેસાણીયા દ્વારા તેઓની મેડિકલ ટીમે એમ્બ્યુલન્સ સાથે કેમ્પમાં સેવાઓ આપી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચર્ચા યોજાશે
વડોદરા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્સ્ટીટÛૂટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડી્ઝ અને સીઆઇઆઇ યંગ ઇન્ડિયન ( વડોદરા ચેપ્ટર ) અંતર્ગત ‘ફ્રોમ જોબ સિકરર્સ ટુ જોબ ક્રિએટર’ વિષય પર ચર્ચા પરિષદ રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એરિસ એગ્રો લિમિટેડના ડાયરેકટર ડો.રાહુલ મિરચંદાણી, એફ.જી.આઇ પ્રેસિડેન્ટ ગીતા ગોરડીયા, ઓ.સી.ડી રજિસ્ટ્રાર અમિત ધોળકિયા અને એમ.એસ.યુનિ.ના વા.ચા યોગેશસિંધ હાજર રહશે. આ કાર્યક્રમ ૨૭ સપ્ટેમ્બરના કોમ્યુનિટી સાયન્સ સેન્ટ્રર ખાતે ૧૦ થી ૧ સમયના રાખવામાં આવ્યું છે.
કુંડળધામ ખાતે હરિચરિત્રામૃતસાગર કથા
વડોદરા. સ્વામીનારાયણ ભગવાનના જીવનની રોજનીશા જેવો વિશ્વમાં હિન્દી ભાષાનો સૌથી મોટો, સવાઁગી અને સવોgત્તમ ગ્રંથરાજ હરિચરિત્રામૃતસાગર કથા ગ્રંથને અનુપમ માનવામાં આવે છે. તીર્થધામ કુંડળ મુકામે પૂજય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાના મુખે વિશ્વની સૌૈથી લાંબી કથાનું તા.૧૦મી જુન,૨૦૧૧થી કથાગ્રંથનો પ્રારંભ કરાવ્યો હતો. આજે કથાનેે ૪૭૦ દિવસ પૂર્ણ થયા છે. પ્રવચનમાં પૂ.સ્વામીએ જણાવ્યું હતું કે ‘ઓલ્યા સાગરમાં ડુબે તે મરે પરંતુ આ સાગર કથામાં જે ડુબે તે તરે’ આ કથાને અંતરમાં ઉતારવાથી અનેકના જીવનમાં પરીવર્તન થાય છે અને દુગુgણો દૂર થાય છે.
પિડીયાિટ્રક ઇન્ટેનશીવ કેર યુનિટની શરૂઆત
વડોદરા. મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાશીબેન ગોરધનદાસ ચિલ્ડ્રન હોસ્પિટલ અને યુનાઇટેડ વે એાફ બરોડા દ્વારા તા.૨૩મી સપ્ટેમ્બરના રોજ કાશીબેન હોસ્પિટલ ખાતે રૂ.૬૪ લાખના યુનાઇટેડ વે ઓફના આર્થિક સહયોગથી બનેલ પીઆઇસીયુ ખલ્લું મૂકવામાં આવ્યું હતું. શહેરના સાંસદ બાલકૃષ્ણ શુકલ, મેયર ડો.જયોતિબેન પંડ્યા તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડેા. વજિય શાહની ઉપસ્થિતિમાં યુનાઇટેડ વે ઓફ બરોડા પિડીયાિટ્રક ઇન્ટેનશીવ કેર યુનિટ ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. કે.જી.પી. હોસ્પિટલમાં ૩૦ ટકા દર્દીઓને મફત સારવાર આપવામાં આવે છે.