• Gujarati News
  • ‘હદ’નો ગૂંચવાડો ને હવે ટોલની ‘ખો’ આપવા રમત

‘હદ’નો ગૂંચવાડો ને હવે ટોલની ‘ખો’ આપવા રમત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પીડબલ્યુડી વચ્ચે ઓએનજીસી બ્રજિના સમારકામને લઈને ચાલી રહેલાં વિવાદ વચ્ચે પીડબલ્યુડીએ બ્રજિ પરથી ટોલટેકસ બંધ કરવા અંગેની દરખાસ્ત સરકારમાં મોકલાવી છે. સરકાર તરફથી મંજુરી આવી ગયા બાદ પીડબલ્યુડી ટોલટેકસ ઉઘરાવવાનું બંધ કરી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ અગાઉ બ્રજિનો કબજો નહીં લેવા પાછળના જે કારણો જણાવ્યા હતા તેમાં એક કારણ એ પણ હતું કે પીડબલ્યુડી હજી આ બ્રજિનો ટોલટેકસ ઉઘરાવે છે.
પીડબલ્યુડીના સૂત્રોએ કહ્યું કે ટોલ ટેકસ બંધ કરવા માટે સરકારમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. આ મહિનાના અંતથી અથવા ઓકટોબરના પહેલાં અઠવાડિયાથી ટોલટેકસ ઉઘરાવવાનું બંધ કરી દેવાશે. સૂત્રોએ કહ્યું કે કબજો તો કયારનોય નેશનલ હાઇવે ઓથોરિટીને આપી દીધો છે. જો તેઓ એમ કહેતા હોય કે બ્રજિ સમારકામ કરીને આપો તો આ અંગે અમારે સરકારમાં મંજુરી લેવાની રહેશે. પછી જ કામ આગળ વધશે. નેશનલ હાઇવેએ હજી તેની શરતો લેખિતમાં આપી નથી.
નેશનલ હાઇવે ઓથોરિટી શું કહે છે
નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ કહે છે કે હાલ ટોલ લેવાની જવાબદારી આર એન્ડ બી નિભાવી રહી છે ટોલ એટલાં માટે જ ઉઘરાવવામાં આવતો હોય છે કે તેનાથી સમારકામ થઈ શકે. બ્રજિની પડતર કિંમત જયાં સુધી વસુલ ન થાય ત્યાં સુધી ટોલ લેવામાં આવતો હોય છે. અમે તેમને પત્ર લખીને જાણ કરી છે કે ટોલ ઉઘરાવવાનુંં બંધ કરી દેવાય, પરંતુ તેઓએ તો માત્ર જગ્યા બદલી છે પરંતુ ટોલ ઉઘરાવવાનુંં તો ચાલુ જ રાખ્યું છે. જયાં સુધી અમને સારી કન્ડશિનમાં બ્રજિ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી અમે તેનું સમારકામની જવાબદારી સ્વીકારીશું નહીં. તેઓેએ બ્રજિનું સમારકામ કરીને અમને હેન્ડઓવર કરવું પડશે.ઉલ્લેખનીય છે કે સમારકામની કોણ કરશે આ લડાઈમાં ઓએનજીસી બ્રજિની દિવસે દિવસે ભયજનક બની રહ્યો છે.
ડાં શું કહે છે
પીડબલ્યુડીના નાયબ કાર્યપાલક ઇજનેર પી.એલ. પટેલના કહેવા અનુસાર બ્રજિના કબજા અંગે તો એક વર્ષ પહેલાં જ લેખિતમાં જાણ કરી દેવામાં આવી હતી. આખો બ્રજિ નેશનલ હાઇવેનો જ ભાગ હોવાથી જવાબદારી તો નેશનલ હાઈવેની જ આવી જાય. આથી સમારકામમાંથી તેઓ છટકી ન શકે.
૨૫ કરોડનો ટોલ ટેકસ ઉઘરાવી લેવાયો છે
પીડલ્યુડીના અધિકારીઓના કહેવા અનુસાર સરકારી પોલિસી અનુસાર એક કરોડથી વધુના ખર્ચે બનતા બ્રજિના નાણાં વસુલ ન થાય ત્યાં સુધી ટોલટેકસ ઉઘરાવવામાં આવે છે. આમાં દર વર્ષે ૧૨ ટકાના દરે વ્યાજ પણ ઉમેરી દેવામાં આવે છે. ઓએનજીસી બ્રજિ રૂ. ૧૫ કરોડના ખર્ચે બન્યો હતો અને વ્યાજસહિત ઉઘરાણીનો ટાર્ગેટ રૂ ૫૦ કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાંથી અત્યાર સુધી રૂ ૨૫ કરોડ ઉઘરાવી લેવાયા છે. આટલા નાણાં ઉઘરાવ્યા બાદ પણ પીડબલ્યૂડીએ કયારેય બ્રજિના રપિેરિંગ માટેનો પ્લાન નથી બનાવ્યો.