• Gujarati News
  • જિલ્લાકક્ષાની કબãી સ્પધૉમાં લેવા પટેલ કન્યા વિધ્યામંદિર ચેમ્પિયન

જિલ્લાકક્ષાની કબãી સ્પધૉમાં લેવા પટેલ કન્યા વિધ્યામંદિર ચેમ્પિયન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા આયોજિત અન્ડર-૧૯, અન્ડર-૧૭, અન્ડર-૧૪ કબãી સ્પધૉમાં કચ્છી લેવા પટેલ કન્યા વિધ્યામંદિરની ટીમ ચેમ્પિયન બની હતી.
અન્ડર-૧૯ કબãી સ્પધૉ આર.ડી. વરસાણી સંકુલ ખાતે યોજાઇ હતી, જેમાં ફાઇનલમાં અંજાર સામે ૩૨ પોઇન્ટથી વજિેતા થઇ કબãી સ્પધૉમાં કચ્છી લેવા પટેલ કન્યા વિધ્યામંદિરની ટીમે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ટીમ વતી ભુડિયા દીપિકા, કેરાઇ દક્ષા, કેરાઇ ઉર્મિલા, હિરાણી મીના, કેરાઇ શીતલ, હાલાઇ મુકતા, કેરાઇ હંસા, વરસાણી શિતલ, પટેલ રવિના, રાબડિયા સવિતા, પીંડોરિયા પ્રિયંકા, પીંડોરિયા વસંતાએ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યારે અન્ડર-૧૭ કબãી સ્પધૉની ફાઇનલમાં કબãી સ્પધૉમાં કચ્છી લેવા પટેલ કન્યા વિધ્યામંદિરની ટીમે કે.કે.એમ.એસ. સામે ૨૩ પોઇન્ટથી વજિેતા થઇ હતી. ટીમ વતી વેકરિયા હેતલ, ભુડિયા ગોમતી, વાગડિયા જયશ્રી, હાલાઇ ધ્રુતિકા, વેકરિયા હંસા, પાંચાણી ક્રિષ્ના, કેરાઇ અંકિતા, ભુડિયા દક્ષા, વરસાણી અલ્પા, કેરાઇ ઋતના, હિરાણી રાધિકા, હિરાણી મોહિનીએ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ કચ્છી લેવા પટેલ કન્યા વિધ્યા મંદિરની ટીમે અંડર ૧૪માં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ટીમ વતી હિરાણી મીના, કેરાઇ ઉર્મિલા, ભુડિયા દીપિકા, કેરાઇ દક્ષા, રાબડિયા સવિતા, કેરાઇ શીતલ,પટેલ રવિના, વેકરિયા પ્રિયંકા, હાલાઇ મુકતા, કેરાઇ હંસા, વરસાણી શિતલે જિલ્લાકક્ષાએ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.