• Gujarati News
  • ભચાઉમાં૧૦ હજાર લૂંટવાના કેસમાં ૩ પકડાયા

ભચાઉમાં૧૦ હજાર લૂંટવાના કેસમાં ૩ પકડાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં ઓગસ્ટ માસમાં માર મારીને રૂ.૧૦ હજારની લૂંટ કરવાના બનાવમાં પોલીસે ત્રણ આરોપીને પકડી લીધા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ભચાઉમાં માનસરોવર વિસ્તારમાં રહેતા આરોપી જીતેન્દ્ર મોહનલાલ જોશી(૩૧), ભરત મોહનલાલ જોશી(૩૨) અને વિનોદ મોહનલાલ જોશી(૨૦)ની તા.૨૫ સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.
આ ત્રણેય શખ્સે ૨૦ દિવસ પહેલાં એક માણસને માર મારીને તેના રૂ.૧૦ હજાર ખૂંચવી લીધા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ ઘટનાએ એ સમયે ભારે ચર્ચા જગાવી હતી.