• Gujarati News
  • લ્યો.., હવે ટ્રેનમાં પણ થાય છે બ્રેકડાઉન ઓવરલોડ સિમેન્ટ ભરેલી માલગાડી ઉપડતાં વેંત હા

લ્યો.., હવે ટ્રેનમાં પણ થાય છે બ્રેકડાઉન ઓવરલોડ સિમેન્ટ ભરેલી માલગાડી ઉપડતાં વેંત હાંફી ગઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજથી ઉપડેલી માલગાડી ઉપડતાં વેંત જ હાંફી જતાં પહેલાં ફાટક પાસે જ બંધ પડી ગઇ હતી, જેના લીધે બન્ને બાજુ વાહનોનો જમેલો થઇ ગયો હતો. સિમેન્ટ ભરેલી ઓવરલોડ રેકને લીધે સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળે છે. જોકે, બનાવ બન્યો, ત્યારે પેસેન્જર ટ્રેનો આવી ગઇ હોવાથી ખાસ અસર વર્તાઇ ન હતી.
મળતી વિગતો મુજબ ભુજથી સિમેન્ટ ભરી ઉપડેલી માલગાડીમાં ક્ષમતા કરતાં વધારે વજન થતાં એન્જિન હાંફી ગયું હતું અને નાગોરના ફાટક પર જ ઊભી રહી ગઇ હતી.
ભુજ સ્ટેશનથી સ્ટાફ દોડી આવ્યો હતો અને ટ્રેનને પરત લઇ જઇ મરંમત થયા બાદ ગંતવ્ય સ્થાન પર રવાના કરાઇ હતી.
ખાસ મોટો બનાવ નથી : સ્ટેશન મેનેજર
આ અંગે ભુજ સ્ટેશન મેનેજર જોનવાલનો સંપર્ક સાધતાં તેમણે માલગાડીમાં વધુ માલ વહન કરાયો હોવાનું જણાવ્યું હતું. જોકે, તેમણે આ બનાવ મોટો ન હોવાની સ્પષ્ટતા કરી હતી.