• Gujarati News
  • સમગ્ર પ્રકરણની તપાસ કસ્ટમ વિભાગ દ્વારા જ કરવામાં આવશે કસ્ટમના શરાબમાં પોલીસને હાઇકો

સમગ્ર પ્રકરણની તપાસ કસ્ટમ વિભાગ દ્વારા જ કરવામાં આવશે કસ્ટમના શરાબમાં પોલીસને હાઇકોર્ટની લપડાક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ સંકુલ સહિત સમગ્ર રાજ્યમાં જે-તે વખતે ખૂબ જ ચર્ચામાં રહેલાં કસ્ટમના ૧૧ કરોડના દારૂ પ્રકરણમાં મંગળવારે ગુજરાત હાઇકોર્ટે પૂર્વ કચ્છ પોલીસને જબરદસ્ત લપડાક આપી છે. કસ્ટમે પોલીસની કાર્યવાહી સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જે અંગે મંગળવારે ગુજરાત હાઇકોર્ટે સમગ્ર કાર્યવાહીનું કાર્યક્ષેત્ર કસ્ટમ અંતર્ગત હોવાનું પ્રાથમિક રીતે જણાવીને તપાસ જ્યારે કસ્ટમના અધિકારીઓ કરી રહ્યા હતા તેવામાં પોલીસના અધિકારીઓ દ્વારા અંદર કૂદી પડવાના કૃત્યને વખોડી કાઢયું હતું.
ગાંધીધામમાં આવેલા કસ્ટમના બોન્ડેડ વેરહાઉસ લક્ષ્મી મરીનમાં પોલીસે ગત ૧૯મી સપ્ટેમ્બરે ઓચિંતા જઇને તપાસને બહાને પોતાના સીલ લગાવી દીધાં હતાં અને કાર્યવાહી કરી હતી કે, વેરહાઉસના માલિક તેમજ કસ્ટમના અધિકારીઓ કરોડોના શરાબના જથ્થા અંગે તેમને કોઇ આધાર-પુરાવા આપતા નથી. પૂર્વ કચ્છ પોલીસ તરફથી અંજાર એસડીપીઓના એએસપી વીરેન્દ્રકુમાર યાદવની આ કાર્યવાહી સામે કસ્ટમે ગુજરાત હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે, તેમની સ્પેશિયલ ઇન્ટેલીજન્સ અને ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ગત ૧૬મી ઓગસ્ટથી જ લક્ષ્મી મરીનના બોન્ડેડ વેરહાઉસ ઉપર તપાસની કાર્યવાહી ચાલુ હતી, તેવામાં પોલીસે તેનું કાર્યક્ષેત્ર ન હોવા છતાં અંદર ચંચુપાત કરી હતી. માત્ર એટલું જ નહીં, પરંતુ કસ્ટમની કાર્યવાહી દરમિયાન તેમને સહયોગ આપવાને બદલે પોતે જ આગવી તપાસ કરી રહ્યા હોવાનું જણાવીને પ્રોહિબશિન એકટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. હકીકતમાં કસ્ટમે ૧૫મી સપ્ટેમ્બરે જ વેરહાઉસને સીલ કરી દીધું હતું અને ૧૭મી સપ્ટેમ્બરે લક્ષ્મી મરીનનું બોન્ડેર્સ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરી દીધું હતું. આમ, પ્રથમ ર્દિષ્ટએ જોવા જઇએ તો પોલીસ અધિકારીએ પોતાનો અહં સંતોષવા માટે આ કાર્યવાહી કરી હોવાનું ફલિત થઇ રહ્યું છે.
કસ્ટમની દલીલોને પગલે હાઇકોર્ટે પણ સમગ્ર પ્રકરણની તપાસ કસ્ટમ દ્વારા જ કરવામાં આવશે તેવી તાકીદ સાથે પોલીસને આ કેસથી દૂર રહેવાની સૂચના આપી હતી.લાંબી દસ્તાવેજી પ્રક્રિયામાં કેસ અટવાયો
અંજારના એએસપી વીરેન્દ્રકુમાર યાદવ દ્વારા બેથી ત્રણ વાર લક્ષ્મી મરીન બોન્ડેડ વેરહાઉસ ઉપર તપાસના બહાને વિઝિટ કરવામાં આવી હતી. પોલીસે કસ્ટમ પાસેથી દસ્તાવેજોની માગણી પણ કરી હતી. કસ્ટમ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં પોલીસને દસ્તાવેજો આપવાની કાર્યવાહી પણ કરી હતી, પરંતુ ૧૧ કરોડના માતબર શરાબના પ્રકરણમાં સરકારી દસ્તાવેજો પણ લાંબા હોવાને કારણે સમગ્ર પ્રક્રિયા અટવાઇ હતી. દરમિયાન એએસપી વીરેન્દ્રકુમાર યાદવે કસ્ટમની ખાતરી છતાં રાહ જોયા વિના બોન્ડેડ વેરહાઉસ ઉપર રેડ કરીને તેને સીલ કરી દીધું હતું અને આનન-ફાનનમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી પૂર્વ કચ્છની પોલીસે સારી કામગીરી કરી હોવાનો દાવો કર્યો હતો. આ વખતે તેમની સાથે પૂર્વ કચ્છના એસપી દિવ્ય મશિ્ર પણ સાથે રહ્યા હતા. જોકે, પોલીસ ત્રણ કરોડની એટીએમ લૂંટ, મુખ્ય બજારમાં થયેલી આંગડિયા લૂંટ તેમજ તાજેતરમાં જ કેમેરાની જે દુકાન તોડી નાખવામાં આવી તે અંગે શું પ્રગતિ થઇ રહી છે તેના અંગે ભેદી મૌન સેવી રહી છે.