• Gujarati News
  • ભુજ મર્કન્ટાઇલ બેંક માટે ૩૫ એની કલમ લંબાવાઇ

ભુજ મર્કન્ટાઇલ બેંક માટે ૩૫ એની કલમ લંબાવાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : મર્કન્ટાઇલ બેંકની આર્થિક સ્થિતિ નબળી પડતાં રઝિર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છ મહિના માટે લાગુ કરેલી કલમ ૩૫ એની મુદ્દત લંબાવાઇ છે. બેંકની નાણાકીય સ્થિતિ સદ્ધર ન હોતાં ૩૦ સપ્ટેમ્બર સુધી આરબીઆઇના નિદેઁશ અનુસાર બેંકની આર્થિક લેવડ દેવડ માટે ૩૫ એની કલમ લગાવાઇ હતી, પણ હાલની સ્થિતિ જોતાં ફરી આ કલમ લંબાવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બેંકના સંચાલકો દ્વારા હવે નાણાકીય સ્થિતિ સદ્ધર છે તેવો દાવો કરાયો હતો.