• Gujarati News
  • જામનગર શહેરમાં વાહનચોર વધુ બે મોટરસાઇકલ હંકારી ગયા

જામનગર શહેરમાં વાહનચોર વધુ બે મોટરસાઇકલ હંકારી ગયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં વાહન ઉઠાંતરીના વધી રહેલા બનાવો પોલીસ માટે શીરદર્દ બન્યા છે. ત્યાં ઉઠાવગીરોએ વધુ બે વાહનોની ઉઠાંતરી કરી પોલીસને વધુ એક વખત પડકાર ફેંકયો છે.
જામનગરમાં વાહનચોર શખ્સોએ શહેર પોલીસની નિષ્ક્રિયતાને વધુ એક વખત ઉઠાગર કરી છે. શહેરના રાંદલના વડ નજીક રાંદલ માતાના મંદિર પાસે રહેતાં યુવરાજસિંહ રવીરાજસિંહ જાડેજાએ જાગૃતિ ટ્રાન્સપોર્ટની સામે શિવમ હોટલની બાજુમાં પાર્ક કરેલી જીજે-૧૦-બીએચ-૮૩૮૭ નંબરની રૂ.૪૦ હજારની કિંમતની મોટરસાઇકલ કોઇ ચોર હંકારી ગયું હતું. આ બનાવ અંગે ગરાસિયા યુવાને અજ્ઞાત શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે રામેશ્ર્વરનગરમાં વિનાયક પાર્કમાં શેરી નં. ૩માં રહેતાં ગંભીરસિંહ બનેસિંહ ચુડાસમાએ તા.૨૨મીના રોજ ખોડિયાર કોલોની વિસ્તારમાં સંતોષી માતાના મંદિર પાસે પાર્ક કરેલી જીજે-૧૫-જીજી-૪૩૨૯ નંબરની રૂ.૭ હજારની સ્કૂટી કોઇ શખ્સ હંકારી ગયો હતો. જ્યારે ખંભાિળયામાં બજાણા રોડ પર શિરેશ્ર્વરનો મેળો કરવા કલ્યાણપુરના રાવલ ગામના કિશોર રાજાભાઇએ ગત તા.૨૦મીના રોજ જીજે-૧૫-એલએલ-૨૪૦૧ નંબરનું મોટરસાઇકલ કોઇ ચોર ચોરી કરી ગયું હતું.