• Gujarati News
  • ચૂંટણીની જાહેરાત ગણતરીના દિવસોમાં

ચૂંટણીની જાહેરાત ગણતરીના દિવસોમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની સત્તાવાર મુદ્દત ૧૭મી,જાન્યુઆરી,૨૦૧૩નો રોજ પૂરી થાય છે. તે પહેલાં રાજ્યમાં ચૂંટાયેલી સરકાર અસ્તિત્વમાં આવી જાય તે આશયથી સંભવત: ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તેવા નિદેઁશ મળી રહ્યાં છે. ચૂંટણીની તારીખની જાહેરાત ઓકટોબરના પ્રથમ કે બીજા સ’ાહમાં કરાય તેવી શકયતા છે. જેને આડે હવે ગણતરીના દિવસો બાકી આવી સ્થિતિમાં કેન્દ્રીય ચૂંટણી પંચના ડેપ્યુટી ચૂંટણી કમિશનર વિનોદ જુત્સી પણ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમણે સોમવારે ચૂંટણી પંચના ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનીતા કરવલ સહિતના અધિકારી સાથે બેઠક યોજી હતી. રાજ્યના વિવિધ ઝોન પ્રમાણેના જિલ્લા કલેકટરો, પોલીસ વડાઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં ચૂંટણી ઉપરાંત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, ચૂંટણી વખતની પોલીસના કાફલાની જરૂરિયાત સહિતની વિવિધ બાબતોની સમીક્ષા હાથ ધરી છે.
બીજી તરફ સરકારે પણ સરકારી ખર્ચે શાસક પક્ષ ભાજપને રાજકીય લાભ થાય તેવા પ્રકારની, સમાજના એક યા બીજા વર્ગો,જાતિ-જ્ઞાતિ કે મતદારોને આકર્ષી શકાય તેવી તમામ જાહેરાતો,ખાતમુહૂતોg,લોકાર્પણ સહિતના કાર્યક્રમોને તાકીદના ધોરણે પૂરા કરવાના મૂડમાં આવી છે. આ માટે વિભાગોના અધિકારીઓને કામે લગાવી દેવાયા છે.

રાજ્યની સ્થિતિનો ચિતાર મેળવવાની કવાયત
કલેકટરો-પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરતા ડે. ચૂંટણી કમિશનર વિનોદ જુત્સી તથા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવલ.

ડેપ્યુટી ચૂંટણી કમિશનરે શું કર્યું ?
અગાઉ પણ કેન્દ્રીય ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશનર વિનોદ જુત્સી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાની સમીક્ષા હાથ ધરી હતી. સોમવારે તેમણે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા કલેકટરો,પોલીસ વડાઓ સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી તૈયારીઓ, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ,પોલીસ કાફલાની જરૂરિયાત અંગે જાણકારી મેળવી હતી. મંગળવારે તેઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓના કલેકટરો,પોલીસ વડાઓ સાથે બેઠક યોજશે.

ગત ચૂંટણીની જાહેરાત,ચૂંટણી કયારે યોજાઈ હતી ?
ગત ૨૦૦૭માં વિધાનસભાની ચૂંટણીના તારીખ ઓકટોબરના બીજા સપ્તાહમાં જાહેર થઈ હતી અને ડિસેમ્બરમાં ૧૧ તથા ૧૬મીએ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે ૨૩મીએ મત ગણતરી હાથ ધરાઈ હતી.
ચૂંટણીની તારીખ જાહેર થાય તો શું થાય છે ?
વિધાનસભાની ચૂંટણીની તારીખ જે દિવસે જાહેર થાય ત દિવસથી જ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી જાય છે અને તે પછી રાજ્ય સરકાર કોઈપણ નવી જાહેરાત કરી શકતી નથી. તે તારીખથી જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર પણ ચૂંટણી પંચના સીધા નિયંત્રણ હેઠળ કાર્યરત થઈ જાય છે.
રાજ્ય સરકાર શું કરી રહી છે ?
રાજ્ય સરકાર પણ જાણે છે કે,ઓકટોબરના પ્રથમ કે બીજા સ’ાહ દરમ્યાન ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થશે અને તે પછી આચારસંહિતા અમલમાં આવી જશે એટલે સરકારે પણ તાકીદના ધોરણે સમાજના વિવિધ વર્ગોને આકર્ષી શકાય તેવી જાહેરાતોની લ્હાણી શરૂ કરી દીધી છે.
સરકારની જાહેરાતોથી શાસક પક્ષને લાભ કઈ રીતે?
રાજ્યમાં ભાજપ સરકાર શાસનમાં છે એટલે મુખ્યમંત્રી કે સરકાર દ્વારા હવે છેલ્લી ઘડીએ જે જાહેરાતો કરાય છે તેનો સીધો રાજકીય લાભ શાસક પક્ષ ભાજપને ચૂંટણીમાં થઈ શકે તેવી સીધી ગણતરી હોવાનું મનાય છે.