• Gujarati News
  • મહિન્દ્રાની રેકસોન ટૂંકમાં

મહિન્દ્રાની રેકસોન ટૂંકમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિન્દ્રા મહિન્દ્રાની દ. કોરિયાની સેંગયોંગને હસ્તગત કર્યા બાદ લોન્ચ કરવામાં આવનારી પ્રથમ સ્પેશ્યલ યુટિલિટી વ્હીકલ્સ (એસયુવી) રેકસોન આગામી દિવાળીના તહેવાર અગાઉ લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત કંપની ઇલેિકટ્રક કાર રેવા અને સબ ફોર મીટર વેરિટોને પણ બજારમાં મૂકશે એમ કંપનીના સીઇઓ પ્રવીણ શાહે જણાવ્યું હતું. કંપનીએ કવેન્ટો મિનિ એસયુવી બજારમાં મૂકીને આ સેગ્મેન્ટમાં નવું પ્રાઇસ વોર શરૂ કયું છે કેમકે અન્ય મિનિ સેગ્મેન્ટની એટીગા રૂ. ૭.૫૧ લાખ અને ડસ્ટર રૂ. ૮.૧૪ લાખથી શરૂ થાય છે. આની સામે કવેન્ટોની પ્રારંભિક પ્રાઇસ રૂ. ૬.૦૭ લાખથી ( અમદાવાદ એકસ શોરૂમ) શરૂ થાય છે.
કંપનીને હાલ ૮૦૦૦થી વધુ ઇન્કવાયરી આવી છે એમ જણાવીને તેમણે ઉમેયુંં હતું કે કંપનીએ રૂ. ૧૦૦ કરોડથી ઓછું રોકાણ નવી મિનિ એસયુવીને વિકસાવવા પાછળ કયુંં છે. કવેન્ટો સબ ૪ મીટરની લંબાઈ, ૧૦૦ બીએસપીનું કક્ષાનું પાવર, ૧૮૦ મીમી ગ્રાઉન્ડ િકલયરન્સ ધરાવે છે. આમાં કોમ્પેકટ ૧.૫ લિટર એમસીઆર૧૦૦ એન્જિન છે, જે કંપનીના એસયુવી પોર્ટફોલિયોમાં નવીનતમ કોમન રેલ ડીઝલ એન્જિન છે. આ એન્જિન ૧૦૦ બીએચપી અને ૨૪૦ એનએમનું ટોર્ક આપે છે. જ્યારે પ્રતિ લિ. ૧૭.૨ કિમીએ એઆરએઆઈ દ્વારા પ્રમાણિત છે.