• Gujarati News
  • ટેકસ ઘટતાં બે અબજ ડોલર દેશમાં આવશે

ટેકસ ઘટતાં બે અબજ ડોલર દેશમાં આવશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સકકારે વિદેશી દેવાઓ ઉપરનો વિથહોલ્ડિંગ ટેકસ ૨૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરતાં મધ્યમગાળામાં દેશમાં આશરે ૨ અબજ ડોલરનું વધારાનું ભંડોળ આવશે. બાર્કલેઝના જણાવ્યા અનુસાર સરકારે ટેકસમાં ઘટાડો કરવાના કારણે આવા પગલાંઓની સૌથી મોટી અસર એ પડતી હોય છે કે, ભારત પ્રત્યે રોકાણકારોનું વલણ બદલાય છે. નવી જાહેરાત અનુસાર તા.૧લી જુલાઇ-૨૦૧૨ અને જૂન-૨૦૧૩ દરમિયાન મેળવાયેલા દેવાઓ ઉપર ઘટાડાયેલા વેરાનો દર અમલમાં આવશે. ભારતીય કંપનીઓને સસ્તાદરે વિદેશી દેવું પણ મળી રહેશે.