• Gujarati News
  • સમાજમાં દાન થાય ત્યારે સમજવાનું કે સમાજ ઉન્નતિ કરી રહ્યો છે : સિચ્ચદાનંદ

સમાજમાં દાન થાય ત્યારે સમજવાનું કે સમાજ ઉન્નતિ કરી રહ્યો છે : સિચ્ચદાનંદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
શહેરના અનાવાડા રોડ પર લેઉવા પાટીદાર સેવા મંડળ દ્વારા નિમૉણ થનાર સ્વ. જોઇતીબેન વિરચંદભાઇ પટેેલ વિધ્યાસંકુલનો ખાતમુહૂર્ત સમારોહમાં દંતાલીવાળા પૂ. સિચ્ચદાનંદજી મહારાજે જણાવ્યું હતું કે, સમાજમાં દાન થાય ત્યારે સમજવાનું કે સમાજ ઉન્નતિ કરી રહ્યો છે. આ અવસરે એકતા અને સંગઠનથી એક તાંતણે બંધાઇ રહેવા સમાજને અગ્રણીઓએ હાકલ કરી હતી.
ભગવાનભાઇ પટેલના યજમાનપદે યોજાયેલ ખાતમુહૂર્ત સમારોહમાં પ્રમુખસ્થાનેથી ખોડલ ધામના પ્રમુખ નરેશભાઇ પટેલે પાટીદાર સંગઠન અને એકતા માટે હાકલ કરી હતી. જ્યારે પૂ. સિચ્ચદાનંદજી મહારાજે શિક્ષણના રાહ પર સમાજે પૈસાનો સદ્ઉપયોગ કર્યાનું જણાવ્યું હતું. જ્યારે રણછોડભાઇ પટેલે સંકુલમાં અધ્યતન સ્કૂલ સાથે કોલેજ પણ શરૂ થાય તેવી હાકલ કરી હતી. આ પ્રસંગે દાનવીર જયંતીલાલ સાંડેસરાએ વિધ્યાસંકુલમાં રૂ. એક લાખ દાનની ઘોષણા કરી હતી. સમારોહમાં દાતાઓને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં દેવેનભાઇ પટેલ, મંડળના પ્રમુખ ભરતભાઇ પટેલ, મંત્રી રામભાઇ પટેલ સહિત સમસ્ત લેઉવા પાટીદાર સમાજ ઉમટÛો હતો.