ન્યૂઝ ઇનબોકસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદ્રુમાણામાં ગણેશજીનો મહોત્સવ સંપન્ન
પાટણ & પાટણ તાલુકાના ચંદ્રુમાણામાં ચક્રવર્તી ગણેશજીની સ્થાપના કરીને સાતમા વર્ષે ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેની રવિવારે ગણેશ વિસર્જન સાથે પૂણૉહુતિ થઇ હતી. ગામમાં પાંચ દિવસીય મહોત્સવમાં યજ્ઞ, જલયાત્રા, સત્યનારાયણ કથા, સંતવાણી કાર્યક્રમ, લોકડાયરો જેવા કાર્યક્રમો યોજાયા હતા. દાદાની મૂતિgનો લ્હાવો દર વર્ષની જેમ પ્રવીણભાઇ વૈકુઠલાલ ઠક્કરે લીધોહતો. પ્રમુખ લાભશંકર વ્યાસ અને સંયોજક ભરતભાઇ રાવલના પ્રયાસોથી લોક કલાકારોએ સંગીત પીરસ્યું હતું. શનિવારે મહંત પૂ. ગજાનંદગીરીજીનું જળયાત્રા અને બેન્ડ સાથે ભવ્ય સામૈયું તેમજ અભિવાદન કરાયું હતું. ગણેશયાગના યજમાનનો લ્હાવો રાજેશકુમાર રસિકભાઇ વ્યાસે લીધો હતો. ગામની બહેનોનું હલ્દી કંકુથી અભિવાદન કરાયું હતું.
હિસોરમાં ભાડાના પૈસાની ઉઘરાણી ભારે પડી
પાટણ & સિદ્ધપુરના હશિોર ગામમાં રહેતાં ખુમાજી ચેલાજી ઠાકોરે ગામના જ અજમલજી મદારજી ઠાકોર પાસે ભાડાના પૈસાની ઉઘરાણી કરી હતી. ત્યારે શાના પૈસા, શાની વાત તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જતાં અજમલજી ઠાકોરે તેના હાથમાંથી વાંસી ઉગામી ખુમાજી ઠાકોરને જમણા પગના પંજા પર ઉંધી મારતા ફ્રેકચર થયું હતું. આ અંગે ઇજાગ્રસ્તે કાકોશી પોલીસ મથકે અજમલજી મદારજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઝેરી દવા પી જતાં સાંપ્રાના યુવકનું મોત
પાટણ & પાટણ તાલુકાના સાંપ્રા ગામમાં રહેતાં પ્રવીણસિંહ દોલતસિંહ વાઘેલા ગત તા.૧૫ સપ્ટેમ્બરે સવારે ૭ વાગ્યે કપાસના ખેતરમાં દવા છાંટવા ગયા હતા. ત્યારે દવા ઉડતાં તેના મોઢા અને નાક વાટે દવા શરીરમાં પ્રવેશ કરી જતાં જેની અસર બીજા દિવસે થઇ હતી અને પ્રવીણસિંહને ઝાડા ઉલટી થતાં સારવાર અર્થે ખાનગી દવાખાને દાખલ કરાયા હતા. જયા સારવાર દરમિયાન પ્રવીણસિંહનું મોત નીપજયું હતું. આ અંગે મૃતકના પિતા દોલતસિંહ અભેરાજસિંહ વાઘેલાએ શનિવારે રાત્રે વાગડોદ પોલીસને જાણ કરી હતી. આ બનાવની તપાસ એએસઆઇ કાળુજીને સોંપાઇ હતી.
ચાણસ્મા હાઇવે પર જીપ પલટતાં એકને ઇજા
પાટણ & ચાણસ્મા હાઇવે સર્કલ પરથી બેચરાજી અંબાલા ગામના નટવરભાઇ સોમદાસ પટેલ બોલેરો જીપ (જીજે-૧ર એકે-૮૯૭)માં બેસીને શુક્રવારે બપોરે ૧-૩૦ વાગ્યે હારજિ તરફ જતા હતા તે દરમિયાન રસ્તામાં અચાનક કૂતરુ દોડીને આવતાં જીપ ગાડીના ડ્રાઇવરે એકદમ બ્રેક લગાવી હતી. જેમાં ગાડી પલટી ખાઇ જતાં નટવરભાઇ પટેલને પગે ફ્રેકચર થયું હતું. આ અંગે ઇજાગ્રસ્તે ગાડી ચાલક વિરુદ્ધ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાટણમાંથી એકટીવાની ચોરી
પાટણ & પાટણ શહેરના શ્રદ્ધા ફ્લેટમાં રહેતાં હરેશકુમાર કાન્તીલાલ શાહે તેમનું એકટીવા (જીજે-૨૪ઇ-૬૦૮૭) સોમવારે સિવિલ હોસ્પિટલની સામે પાર્ક કર્યું હતું. તે વખતે કોઇ તસ્કર આવીને એકટીવાની ચોરી કરી ગયો હતો. બાદમાં તેમને ચોરી થયાની જાણ થતાં પાટણ શહેર ‘એ ’ ડિવઝિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.